લુક્સ પર સવાલ ઉઠાવનારા પર ભડક્યો શાહરુખ ખાન
સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શાહરૂખ ખાનની વાતચીત
અભિનેતા શાહરૂખ ખાન પોતાની એક્ટિંગની સાથે સાથે જવાબ આપવાની શૈલી માટે પણ પ્રખ્યાત છે
મુંબઈ,બોલિવૂડનો બાદશાહ શાહરૂખ ખાન હંમેશાં લોકોના દિલ પર રાજ કરતો આવ્યો છે. તે ‘કિંગ ઓફ રોમાન્સ’ છે તેમજ એક્શન દ્વારા પણ સૌનું દિલ જીતે છે. શાહરૂખ પોતાની એક્ટિંગની સાથે સાથે જવાબ આપવાની શૈલી માટે પણ પ્રખ્યાત છે. તે સવાલોના જવાબ એવી રીતે આપે છે કે અનેક લોકોનું મોં બંધ થઈ જાય છે. ગુરુવારે શાહરૂખે સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન એક યુઝરે શાહરૂખ પર કટાક્ષ કર્યાે, જેનો કિંગ ખાને એવો જવાબ આપ્યો કે સૌની બોલતી બંધ થઈ ગઈ.
શાહરૂખ ખાનને જ્યારે પણ મોકો મળે છે, ત્યારે તે સોશિયલ મીડિયા પર પોતાના ચાહકો સાથે વાત કરે છે અને તેના અંગત તેમજ પ્રોફેશનલ જીવનને લગતા અનેક સવાલોના જવાબ પણ આપે છે. જોકે, આ દરમિયાન કેટલાક લોકો એવા પણ હોય છે જેઓ દુર્વ્યવહાર કરતા હોય છે. કેટલાક લોકો કિંગ ખાનને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શાહરૂખ તેમની બોલતી જ બંધ કરી દે છે. શાહરૂખ ખાનને ટ્રોલ કરવા માટે એક યુઝરે લખ્યું કે, ‘ભાઈ, એ જણાવ કે તારામાં કોઈ ટેલેન્ટ નથી કે ન તારી શકલ સારી છે, તો પછી તું સ્ટાર કેવી રીતે બની ગયો? તારા કરતાં મારી સકલ સારી છે પણ મને કોઈ ઓળખતું પણ નથી.’
આ યુઝરને જવાબ આપતા શાહરૂખે લખ્યું, ‘ભાઈ સકલ તો ઠીક છે, અક્કલનું નહોતું પૂછ્યું તેં! એ છે કે?’શાહરૂખ ખાનનો આ રિપ્લાય ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. આ જવાબ ખાસ કરીને એવા લોકો માટે હતો જેઓ હંમેશા તેમને ટ્રોલ કરવાનો પ્રયાસ કરે છે.વર્કળન્ટની વાત કરીએ તો, શાહરૂખ ખાન ટૂંક સમયમાં જ ‘કિંગ’ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે સુહાના ખાન, દીપિકા પાદુકોણ અને અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.ss1
