સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજનો સ્નેહમિલન-સન્માન સમારંભ યોજાયો
‘કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ’ને વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજ સંકલ્પ કરે તે જરૂરી’ : કાશીધામ કઠવાના સમાજ સુધારક રાજાબાપા : દાતાઓ દ્વારા આ કાર્યક્રમમાં સ્ટડી સેન્ટર માટે રૂ. ૧૪ લાખથી વધુનું દાન અપાયુ,
તલોદ, તા. ૩૧: કુરિવાજો છોડીને શિક્ષણ થકી સમાજ વધુને વધુ સમૃદ્ધ બનાવવા રબારી સમાજના આગેવાનો, ભાઈ અને બહેનો સંકલ્પ કરે તે સમયની માંગ છે. સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન છોડવાની સાથેસાથે શિક્ષણ દ્વારા જ કોઈ પણ સમાજનો સર્વાંગી વિકાસ શક્ય છે.
આજથી સાબરકાંઠા-અરવલ્લી રબારી સમાજમાં સુધારા-બંધારણ માટેના નવીન સામાજિક બંધારણના અમલીકરણ માટે સંકલ્પ કરીને નવા વર્ષે આશીર્વચન આપતાં પૂ. ૧૦૦૮ શ્રી કનીરામદાસ બાપુએ નવા વર્ષ નિમિત્તે આગામી દેવ દિવાળીથી અમલ થાય તે માટે સૌએ આ સમયે પ્રતિજ્ઞા લીધી હતી.
સમાજ સુધારક ભુવાજી શ્રી રાજાબાપાએ જણાવ્યું હતું કે, વડવાળા દૂધરેજ મંદિરના પૂ. ૧૦૦૮ મહંત ગણેશદાસ બાપુએ આપણી ભાવી પેઢીના કલ્યાણ માટે સમાજ સેવા એજ પ્રભુ અને તેના સુધારણા અંગે અનેક ઉદાહરણો આપીને તેમાં બદલાવની પહેલ કરવા ઉપસ્થિત સૌને આહ્વાન કર્યું હતું.
આ વેળાએ સમાજના વાળીનાથ મંદિર-તરબના કોઠારી દશરથગીરી મહારાજ, વિવિધ મહંતો સહિત રબારી સમાજના ભુવાજીઓ, નિવૃત્ત અધિકારીઓએ સરકારી સેવામાં આપેલી સેવાઓ, રબારી સમાજ દ્વારા વિવિધ શહેરોમાં ચાલતા સ્પર્ધાત્મક પરીક્ષા માટેના વર્ગો એટલે કે રબારી સમાજ સ્ટડી સેન્ટરની શૈક્ષણિક પ્રવૃત્તિઓની સાથે તેનો યુવાઓને મહત્તમ લાભ લેવા તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ કેવી રીતે લઈ શકાય તેની વિગતવાર માહિતી ઉપસ્થિત મહાનુભાવોએ આપી હતી.
આ પ્રસંગે સમાજ સુધારક સ્વ. જીવણભાઈ રબારીના પરિવારજનોનું, સરપંચો, ભુવાજીઓ, નિવૃત્ત સચિવ કે.ડી. દેસાઈ, દાતાઓ તેમજ રબારી સમાજનું ગૌરવ સમાન ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને શિક્ષણવિદ અને સમાજ સુધારક
પ્રો. અવનીબેન આલે સમાજમાં ચાલતા કુરિવાજો સામે સમાજમાં સુધારણા-બંધારણ માટેના નવીન સામાજિક બંધારણનો અમલ થાય તેના માટે આશીર્વચન આપીને સમાજ, એકતા અને કલ્યાણ માટે અનુરોધ કર્યો હતો. દાતાઓ દ્વારા આ કાર્યક્રમમાં તલોદ સ્ટડી સેન્ટર માટે રૂ. ૧૪ લાખથી વધુનું દાન આપીને અન્યને સમાજ કાર્ય માટે પ્રેરણા આપી હતી.
