Western Times News

Gujarati News

લો બોલોઃ વિદેશી દારૂ ભરેલી ગાડીનું પાયલોટીંગ કરી રહ્યા હતા બે બાઈક ચાલકો

AI Image

ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મુદ્દામાલ કિ.રૂ. ૨,૫૨,૭૨૦નો રાખી કુલ કિ.રૂ. ૪,૫૨,૭૨૦નો મુદ્દામાલ સાથે એક આરોપી પકડાયો

વડાલી, તા. ૩૧: ૩૧/૧૦/૨૦૨૫ ના રોજ પી.આઈ. તથા પોલીસ સ્ટાફના માણસો વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની ઇકો કાર નંબર- GJ.31.R.2191 નો ચાલક લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણ

રહે. નવાભગા તા. વિજયનગર વાળો રાજસ્થાન રાજ્યના અંબાસા દારૂના ઠેકા ઉપરથી પ્રવિણ ઉર્ફે પીરો કાન્તિભાઈ ડામોર તથા વિનોદ ઉર્ફે કેડો ચંદુભાઈ ડામોર રહે. ચોકલી તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનનાઓ મારફતે અંબાસા દારૂના ઠેકા ઉપરથી સેલ્સમેન કાન્હા તથા કુશલ બાબુલાલ ટાંક તથા પ્રિન્સ નામના માણસો

પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ તેમજ બિયર ભરીને ઈડર મુકામે રહેતા બાદરજી મગતજીત વણઝારા, હિંમતનગર, રમેશાભાઈ વૈષ્ણવ, એડલાહ્યા, વડાલી, દશરથ વણઝારા, તલોદ, પ્રાંતિજ, જીતેન્દ્ર પટેલ, ઘનસુરા, પટેલ મૌનીક, બાચક, જોશી દિપ, ઈડર, મેહુલ જોશી, મોડાસા, ફુલાજી વણઝારા તથા પિયુષ પ્રતાપજી ઠાકોર તથા પ્રકાશ રાણાજી વણઝારા તથા નરંગા પુનમાજી રબારી

તથા જયેશ કેડા વણઝારાનાઓને આપવા સારૂ અંબાસાથી નિકળી તાંદલીયા કંપા થઈ વડાલી તાલુકાના મેસ ગામે થઈ ઈડર મુકામે જનાર છે અને જેનું પાયલોટીંગ હોન્ડા સાઇન મો.સા. નંબર-GJ.09.CR.5576 ઉપર પ્રવિણભાઈ કાન્તિભાઈ ડામોર તથા બીજી હોન્ડા સાઇન મો.સા ઉપર અજય નિનામા રહે, કુપડા તા. ઝાડોલ જી. ઉદેપુર રાજસ્થાનનાઓ કરી રહેલ છે.

જે બાતમી હકીકત આધારે રવિપુરા ત્રણ રસ્તા નજીક વોચ તપાસમાં રહેતા  ઉપરોક્ત નંબરવાળી ફોર વ્હીલ ગાડી આવતા જેને હાથનો ઈશારો કરી ઉભી રખાવી ગાડીને ચેક કરતા ગાડીના વચ્ચે તેમજ પાછળના ભાગે સીટની વચ્ચે ચેક કરતા

તેમાંથી ભારતીય બનાવટના અલગ અલગ બ્રાંડની બોટલ/ટીન નંગ-૪૫૯ કિ.રૂ. ૨,૫૨,૭૨૦/- તથા ગાડીની કિ. રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ કિ. રૂ. ૪,૫૨,૦૨૦/- નો મુદ્દામાલ કબ્જે કરી સદરી પકડાયેલ આરોપી લાલજીભાઈ સોમાભાઈ ચૌહાણ રહે. નવાભગા વિજયનગર તથા મુદ્દામાલ ભરી આપનાર તેમજ લાવી આપનાર તથા પાયલોટીંગ કરનાર તથા મુદ્દામાલ મંગાવનાર કુલ ૧૩ આરોપીઓ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.