સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવી જન્મજયંતિની ઉજવણી કરાઈ
તલોદ, અખંડ ભારતના પ્રણેતા લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે તલોદ નગરપાલિકા તથા સંગઠનના સંયુક્ત ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર પહેરાવીને તલોદ ટીમ દ્વારા જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી.
જેમાં નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, સંગઠન મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, અમિતભાઈ ચોપરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ પ્રોફેસર રંગુસિંહ સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ દામોદરભાઈ પટેલ, મહિલા પ્રમુખ રચના ગાંધી, કોર્પોરેટર વસુબેન સોલંકી, પૂર્વ શહેર પ્રમુખ ઉપેન્દ્રભાઈ ચાદર, વિનુભાઈ મિસ્ત્રી, ગુણવંતસિંહ સોલંકી, દિલીપભાઈ પાનેક, રાધાબેન પ્રજાપતિ, રમીલાબેન બારોટ, દક્ષાબેન પ્રજાપતિ, કલ્પનાબેન શાહ અને કોર્પોરેટરો તથા સંગઠનના હોદેદારો હાજર રહ્યા હતા.
સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી અને ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ,
ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. જેમાં હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજભાઈ ભારોટ, તાલુકા પ્રમુખ અજમલસિંહ, સંગઠન મહામંત્રી પ્રિયવદન પટેલ, ટી.વી. પટેલ, કનુભાઈ રાવળ, કમળાબેન પરમાર, ગોપાલસિંહ, જાલમસિંહ, કાંતિભાઈ પરમાર, નરેન્દ્રભાઈ પટેલ, ઈશાકભાઈ શેખ, કાદીર દોઈ, જયેશભાઈ મહેતા, સુરેશભાઈ, કાંતિભાઈ ગામેની, લિયાકત મન્સૂરી, મુકેશભાઈ પટેલ સેવાદળ, મીડિયા કન્વીનર કુમાર ભાટ સમેત આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ખેડબ્રહ્મા સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને સુતરની આંટી તેમજ પુષ્પોની માળા પહેરાવી જન્મજયંતિની ઉજવણી કરાઈ,
રાષ્ટ્રને એક કરવામાં અમૂલ્ય યોગદાન આપનાર સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતિના પ્રસંગે આજરોજ ખેડબ્રહ્મા શહેરના સરદાર ચોક ખાતે ખેડબ્રહ્મા ૨૯ બેઠકના ધારાસભ્ય ડૉક્ટર તુષાર ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પમાળા તેમજ સુતરની આંટી પહેરાવી જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા સરદાર વલ્લભભાઈ અમર રહો તેવા સૂત્રોચાર સાથે ઉજવણી કરવામાં આવી હતી. આજના આ એકતા દિવસ પર સરદાર વલ્લભભાઈની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામા આવી હતી ત્યારે સંગઠનના પદાધિકારી, નગરપાલિકા ચૂંટણી લડેલ સદસ્યો, કોંગ્રેસ તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના કાર્યાલય પર પૂર્વ દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
