પૂરપાટ દોડતી BRTS બસની અડફેટે રાહદારી આવતાં મોત નિપજ્યું
પ્રતિકાત્મક
(એજન્સી) અમદાવાદ, શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ પૂરફટ ઝડપે દોડાવાતી હોવાથી અકસ્માતના બનાવો બનતા હોય છે. ત્યારે શહેરના ખોડિયારનગરમાં બીઆરટીએસ બસનાચાલકે રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.
બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. મૃતક યુવક રોજગારી મેળવવા માટે ઉત્તર પ્રદેશથી અમદાવાદ આવ્યો હતો.
અકસ્માતના આ બનાવની વિગત એવી છે કે, શહેરના ખોડિયારનગર બીઆરટીએસ ટ્રેકમાંથી બે યુવકો રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ બસે એક યુવકને ટક્કર મારતા યુવકને ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. યુવક તેના ભાઈ સાથે યુપીથી અમદાવાદ રોજગારી માટે આવ્યો હતો. બનાવની જાણ થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના કહેવા મુજબ મૂળ યુપીનો ફુલેન્દ્ર પ્રસાદ (ઉ.વ. ૨૯ ) તેના નાના ભાઈ સાથે અમદાવાદમાં શ્રમિક કામ કરે છે. બંને ભાઈઓ દાણીલીમડામાં રહે છે. ગઈકાલે રાતના સમયે ફુલેન્દ્ર અને તેનો મિત્ર શાકભાજી લેવા માટે ગયા હતાં. બંને રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે બીઆરટીએસ ટ્રેકમાં ખોડિયારનગરથી આવી રહેલી મ્ઇ્જી બસે ફુલેન્દ્રને ટક્કર મારી હતી જેના કારણે ફુલેન્દ્રને માથા અને ચહેરાના ભાગે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું છે.
