એટીએફના ભાવમાં વધારો: કોમર્શિયલ સિલિન્ડર સસ્તા થયા
પ્રતિકાત્મક
નવી દિલ્હી, દર મહિનાની પહેલી તારીખે ઇંધણના ભાવમાં વધઘટ થાય છે તેમા એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં એક ટકાનો વધારો થયો છે અને કોમર્શિયલ એલપીજીના ભાવમાં પ્રતિ સિલિન્ડર પાંચ રૂપિયાનો ઘટાડો થયો છે.
ઇંધણના ભાવને વૈશ્વિક માપદંડ મુજબના કરવા માટે દર મહિનાની પહેલી તારીખે તેમા વધઘટ થાય છે. રાષ્ટ્રીય રાજધાનીમાં જેટ ફ્યુઅલનો ભાવ પ્રતિ કિલોલિટર ૭૭૭ રૂપિયા કે ૦.૮ ટકા વધીને રૂ. ૯૪,૫૪૩.૦૨ કિ.મીય થયો છે. રાષ્ટ્રીય રાજધાની દેશનું સૌથી વ્યસ્ત એરપોર્ટ ધરાવે છે. આમ સળંગ બીજા મહિને એટીએભના ભાવમાં વધારો થયો છે. પહેલી ઓક્ટોબરના રોજ એટીએફનો ભાવ પ્રતિ કિલોલિટર ૩.૩ ટકા કે રૂ. ૩,૦૫૨.૫ વધ્યો હતો. અગાઉ તેનો ભાવ પ્રતિ કિલોલિટર ૧.૪ ટકા કે રૂ. ૧,૩૦૦૮.૪૧ ઘટયો હતો.
હોટેલ્સમાં ઉપયોગમાં લેવાતા કોમર્સિયલ સિલિન્ડરનો ભાવ ગયા મહિને પ્રતિ બાટલાએ રૂ. ૧૫.૫૦ ઘટયો હતો. તેના પહેલા પણ તેના ભાવમાં છ વખત ઘટાડો નોંધાયો હતો. આ છ ઘટાડાના પગલે એપ્રિલથી તેના ભાવમાં પ્રતિ બોટલ રૂ. ૨૨૩નો ઘટાડો નોંધાયો છે. જો કે એટીએફ અને એલપીજીના ભાવ દરેક રાજ્યએ જુદાં-જુદાં હોય છે. એપ્રિલમાં સ્થાનિક એલપીજીનો ભાવ પ્રતિ સિલિન્ડર રૂ. ૫૦ જેટલો વધ્યો હતો.
