દુનિયાના ૧૦ પ્રદૂષિત શહેરોમાં દિલ્હી અને નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેરો
દુનિયાના ૧૦ પ્રદૂષિત શહેરોમાં માત્ર ભારતીય શહેરોના નામ
નવી દિલ્હી, દિલ્હી અને નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેરો છે. પરંતુ આજે આ બંને શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાતા તે દેશના ટોચના ૧૦ પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર થયા છે. આજે નોઈડાનો છઊૈં ૧૯૭, જ્યારે ગ્રેટર નોઈડાનો ૧૬૨ નોંધાયો છે.
જેથી તેને મોડરેટ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.
ગુરુગ્રામ, દિલ્હી, ગાઝિયાબાદ અને ફરીદાબાદમાં હવાની ગુણવત્તા ઘટી હોવા છતાં અન્ય શહેરોની તુલનાએ ઓછી પ્રદૂષિત છે. ગુરુગ્રામની હવાની ગુણવત્તા દેશમાં ૨૦મા ક્રમે છે. દિલ્હી ૨૧મા, ગાઝિયાબાદ ૨૪મા, ફરીદાબાદ ૨૫મા અને નોઈડા ૨૭મા ક્રમે છે.
દેશના સૌથી પ્રદૂષિત શહેરોની વાત કરીએ તો, તેમાંથી મોટાભાગના શહેરો હરિયાણામાં છે. બે ઉત્તર પ્રદેશમાં છે અને એક રાજસ્થાનમાં છે. હરિયાણાનું ફતેહાબાદ આજે સૌથી પ્રદૂષિત શહેર છે. બલ્લભગઢ બીજા ક્રમે છે, ત્યારબાદ સોનીપત ત્રીજા ક્રમે છે, મુઝફ્ફરનગર ચોથા ક્રમે છે, પંચકુલા પાંચમા ક્રમે છે, રાજસ્થાનનું હનુમાનગઢ છઠ્ઠા ક્રમે છે, રોહતક સાતમા ક્રમે છે અને પાણીપત આઠમા ક્રમે છે. કરનાલ નવમા ક્રમે છે અને બાગપત દસમા ક્રમે છે.
દિલ્હી-એનસીઆરમાં હવાની ગુણવત્તામાં થોડો સુધારો થવાનું કારણ વરસાદ અને પવનની ગતિમાં વધારો દર્શાવે છે. સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ (હવામાન અને આબોહવા પરિવર્તન) મહેશ પલાવતે જણાવ્યું કે, હવાની ગુણવત્તાનો ઈન્ડેક્સ સુધર્યો છે. જેની પાછળનું કારણ હવામાન પરિસ્થિતિઓ અને પવન મહત્વપૂર્ણ પરિબળો હતા.
દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં જેમ કે ફરીદાબાદ અને નોઈડામાં હળવા વરસાદે પ્રદૂષકો ઘટાડવામાં અને હવાને સાફ કરવામાં મદદ કરી છે. પવનનો પણ આમાં ફાળો હતો. ગઈકાલે શહેરમાં પવનની ગતિ શાંત હતી, પરંતુ આજે તે વધીને લગભગ ૭-૮ કિમી/કલાક થતાં હવાની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે.
નવી દિલ્હી,
દિલ્હી અને નોઈડા સૌથી વધુ પ્રદૂષિત હવા ધરાવતા શહેરો છે. પરંતુ આજે આ બંને શહેરોની હવાની ગુણવત્તામાં સુધારો નોંધાતા તે દેશના ટોચના ૧૦ પ્રદૂષિત શહેરોની યાદીમાંથી બહાર થયા છે. આજે નોઈડાનો છઊૈં ૧૯૭, જ્યારે ગ્રેટર નોઈડાનો ૧૬૨ નોંધાયો છે. જેથી તેને મોડરેટ કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.