દેશમાં રખડતાં કૂતરાઓની અંદાજિત સંખ્યા ૧.૫૩ કરોડ
દર વર્ષે હડકવાથી ૨૦,૦૦૦ ભારતીયો મૃત્યુ પામે છે.-ગુજરાતમાં રખડતાં કૂતરાઓ: ૮.૫ લાખ (અંદાજિત વસતિના પ્રમાણમાં)
નવી દિલ્હી, ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ રખડતાં કૂતરા અને તેના કરડવાથી હડકવાનું જોખમ સતત વધી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે તો તેની સ્વયંભૂ નોંધ લીધી છે અને આ અંગે તમામ રાજ્યના મુખ્યસચિવોને ૩ નવેમ્બરના સુપ્રીમ સદેહે હાજરી આપવાનો આદેશ જારી કર્યો છે. આ સ્થિતિ જ સ્વંય સ્પષ્ટ કરે છે કે, દેશમાં રખડતાં કૂતરાઓની સમસ્યા સામાન્ય નહીં પણ રાજ્યની સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ માટે મોટી ચિતાનો વિષય છે.
એક માહિતી અનુસાર દેશમાં રખડતાં કૂતરાઓની કુલ સંખ્યા ૧.૫૩ કરોડથી વધુ હોવાનું અનુમાન છે. WHOના અહેવાલ મુજબ, દર વર્ષે હડકવાથી ૨૦,૦૦૦ ભારતીયો મૃત્યુ પામે છે. જોકે, હાલ રખડતાં કૂતરાઓના કોઈ ચોક્કસ આંકડા ઉપલબ્ધ નથી પરંતુ ૨૦૧૯માં ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા કરાયેલી પશુ ગણતરીમાં દર વર્ષે ૨ ટકા કૂતરાઓની સંખ્યામાં વૃદ્ધિ દરને માનીને આ અનુમાન મૂકાયો છે.
🐕 રખડતાં કૂતરાઓની સમસ્યા – ભારતની હાલત
📊 હાલની સ્થિતિ
- દેશમાં રખડતાં કૂતરાઓની અંદાજિત સંખ્યા: ૧.૫૩ કરોડ
- દર વર્ષે કૂતરા કરડવાથી મૃત્યુ પામનાર લોકો: ૨૦,૦૦૦
- ગુજરાતમાં રખડતાં કૂતરાઓ: ૮.૫ લાખ (અંદાજિત વસતિના પ્રમાણમાં)
- છેલ્લા ૪ વર્ષમાં ગુજરાતમાં કૂતરા કરડવાના કેસ: ૧૨,૪૯,૦૬૮
🏙️ મુખ્ય કારણો
- વધતું શહેરીકરણ અને શહેરી કચરો
- બિનઅસરકાર નસબંધી
- ખોરાકનો બગાડ અને ખુલ્લા કચરામાં ફેંકવાની આદત
- દરિયાઈ વિસ્તારોમાં વધેલો ઉત્પાદન
રાજ્યોમાં રખડતાં કૂતરાઓની વસતિ લાખો અને દેશમાં કરોડથી વધુ પહોંચી છે. એનું એક મુખ્ય કરાણ વધતું જતું શહેરીકરણ અને શહેરી કચરો, કૂતરાઓની બિન અસરકાર નસબંધી અને વસતિની વધતી જતી ગીચતાને માનવામાં આવે છે. દેશમાં સૌથી વધુ રખડતાં કૂતરા ઉત્તરપ્રદેશમાં છે, જ્યાં તેની સંખ્યા ૨૦.૬ લાખ જેટલી છે. બીજા નંબરે ઓરિસ્સામાં ૧૭.૩ લાખ, મહારાષ્ટ્રમાં ૧૨.૮ લાખ, રાજસ્થાન, કર્ણાટક, પヘમિ બંગાળ, મધ્યપ્રદેશમાં ૧૦-૧૦ લાખ, આંધ્રપ્રદેશમાં ૮.૬ લાખ, ગુજરાતમાં ૮.૫ લાખ અને બિહારમાં ૮ લાખ જેટલી છે.
આમ, દેશમાં સૌથી વધુ રખડતાં કૂતરા ધરાવતાં ટોપ-૧૦ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ ૯મો આવે છે. જ્યારે બીજીબાજુ દિલ્હીમાં ૫.૫ લાખ, પંજાબમાં ૫.૨ લાખ અને નાના ઉત્તર-પૂર્વીય રાજ્યો જેમ કે મિઝોરમમાં ૦.૦૭ લાખ અને સિક્કિમમાં ૦.૦૫ લાખ જેટલી છે. હાલની સ્થિતિએ ગુજરાતની અંદાજિત વસતિ ૭.૫૦ કરોડ માની લેવાય તો, તેની સામે ગુજરાતમાં રખડતાં કૂતરાની સંખ્યા ૮.૫૦ લાખ છે.
🧪 નિકાલ માટેના પગલાં
- નસબંધી: ૨૦૨૬ સુધીમાં ૫૦% નસબંધીનો લક્ષ્ય
- રસીકરણ: દિલ્હી અને મહારાષ્ટ્રમાં સફળતા મળી
- AWBI લક્ષ્ય: ૭૦% નસબંધી દર
- હાલનો દર: માત્ર ૨૦%
🛑 સુપ્રીમ કોર્ટની કાર્યવાહી
- ૩ નવેમ્બર, ૨૦૨૫ના રોજ તમામ રાજ્યોના મુખ્યસચિવોને હાજરી આપવાનો આદેશ
- રખડતાં કૂતરાઓની સમસ્યા હવે નીતિગત હસ્તક્ષેપની માંગ કરે છે
જેનું મુખ્ય કારણ ગુજરાતમાં શહેરોમાં વસતાં લોકોની સંખ્યા કુલ વસતિના ૪૯ ટકા જેટલી છે. જ્યારે ૫૧ ટકા લોકો ગામડાઓમાં વસે છે. ગુજરાતમાં ૩૪ જિલ્લામાં ૨૩ જેટલી મહાનગરપાલિકાઓ, ૧૪૯ નગરપાલિકાઓ જેટલા શહેરી અને અર્ધ શહેરી વિસ્તારો આવેલા છે.
જ્યારે ૨૪૧ તાલુકા પંચાયતો અને ૧૮ હજારથી વધુ ગામડાં આવેલા છે. એમાં શહેરી-અર્ધ શહેરી વિસ્તારોમાં ખાવાનો થતો બગાડ અને તેને કચરામાં ફેંકી દેવાની આદતને કારણે કૂતરાઓને પૂરતું ખોરાક મળી રહે છે. એવી જ રીતે, ગુજરાતમાં ૧૬૦૦ કિમીથી વધુનો દરિયા કિનારો છે અને ત્યાં દરિયાઈ જીવોના વધેલા ઉત્પાદનને કારણે પણ રખડતાં કૂતરાઓનો ત્રાસ વધ્યો છે.
ગુજરાતમાં છેલ્લા ચાર વર્ષમાં શેરી કૂતરા કરડવાના ૧૨,૪૯,૦૬૮ બનાવ બન્યા છે. જેના કારણે સંખ્યાબંધ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે. દેશ અને રાજ્યોમાં રખડતા કૂતરાઓની વસતિને નિયંત્રિત કરવા માટે કૂતરાઓની સલામત નસબંધી જ એક વ્યાપક ઉપાય મનાય છે અને વર્ષ ૨૦૨૬ સુધીમાં તેની નસબંધીનો દર ૫૦ સુધી પહોંચાડવાનું નક્કી કરાયું છે. દેશમાં મહારાષ્ટ્રે આ કાર્યક્રમોને અમલમાં મૂકતાં ત્યાં કૂતરા કરડવાના દરમાં ૨૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
દિલ્હીમાં પણ ૪૦ ટકા કૂતરાંનું રસીકરણ કરાતા ત્યાં પણ હડકવા નિવારણમાં સફળતા મળી શકી છે. ભારતમાં વર્ષે ૬૨ મિલિયન ટન ખોરાકનો કચરો રખડતા કૂતરાઓને આકર્ષે છે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા-FSSAI મુજબ, ૧૪૦ કરોડની વસતિ ધરાવતો ભારત વાર્ષિક ૬૨ મિલિયન ટન ખોરાકનો કચરો ઉત્પન્ન કરે છે, જે રખડતા પ્રાણીઓને ખવડાવે છે. જ્યાં ૭૦ ટકા રખડતાં કૂતરા નિયંત્રણ વિના પ્રજનન કરે છે.
ભારતીય પશુ કલ્યાણ બોર્ડ (AWBI)ના અહેવાલ મુજબ, શહેરી વિસ્તારોના વિસ્તરણને કારણે બિન-વંધ્યીકૃત કૂતરાઓના ટોળાઓ બને છે. જેમાં ૬૦ ટકા કૂતરાઓની વસતિ શહેરોમાં વસે છે. ગુજરાતના અમદાવાદની ફેક્ટરી કામદારો રખડતાં કતરાઓને ખોરાક પૂરો પાડે છે, જેના કારણે તેમની સંખ્યામાં વધારો થાય છે. ભારતીય પશુ કલ્યાણ બોર્ડે (AWBI) ૭૦ ટકા કૂતરાઓની નસબંધી દરનો લક્ષ્ય રાખ્યો છે પરંતુ ૨૦૨૪ના આંકડાઓના આધારે હાલમાં માત્ર ૨૦ ટકા નસબંધી થઈ છે.
