એપલના રૂ. ૨.૨૩ કરોડના માલની ચોરી-ટ્રાન્સપોર્ટ કંપનીના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ
        જેમાં આઇફોન, લેપટોપ, આઇપેડ, ઇયરપોડ્સ, એપલ વોચીસ, એડેપ્ટર, વાયરલેશ ચાર્જર અને કેબલ સહિતની વસ્તુઓ ભરેલી હતી-ગણતરી કરતા જાણવા મળ્યું કે ૨૪ પેલેટ માલમાંથી કુલ ૩૯૭ યુનિટ્સ ઓછા હતા-માલ ભરેલો કન્ટેનર રસ્તામાં બિનવારસી મૂકી દીધો હોવાની ફરિયાદ
(પ્રતિનિધિ) નડિયાદ, મુંબઈથી અમદાવાદ ટ્રાન્સપોર્ટ થઈ રહેલા એપલ કંપનીના નવ કરોડ ઉપરાંતના મુદ્દા માલમાંથી ડ્રાઇવરે જમવાના બહાને કન્ટેનર ગાડી વેરહાઉસમાંથી બહાર લઈ જઈ, સીલ તોડી, આઇફોન, લેપટોપ અને અન્ય મોંઘો માલ કિંમત રૂપિયા ૨.૨૩ કરોડ નો માલ પોતાના અંગત ઉપયોગ માટે કાઢી લઈ જઈ બાકીનો માલ ભરેલો કન્ટેનર રસ્તામાં બિનવારસી મૂકી દીધો હોવાની ફરિયાદ ખેડા પોલીસમાં નોંધાય છે.
આ અંગે મળતી માહિતી મુજબ કીન્ટેસુ વર્લ્ડ એક્સપ્રેસ (KWE) કંપનીના કી એકાઉન્ટ મેનેજર રજનીશકૌશીક ચંદ્રપ્રકાશ શર્મા એ ખેડા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે . તેમની કંપની એપલ કંપનીનો માલ સમગ્ર ભારતમાં ટ્રાન્સપોર્ટ કરવાનું કામ કરે છે. ગત તારીખ ૨૪ અને ૨૫ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ એપલના મેનેજર મયંક પાન્ડેએ ઈમેલ દ્વારા કુલ ૩૫ પેલેટ માલ લઈ જવાની જાણ કરી હતી. તેમાંથી
૨૫ ઓક્ટોબર, ૨૦૨૦ના રોજ દ્ભઉઈ કંપની દ્વારા ઓમ સાંઈ કન્ટેનર સર્વિસ – ભિવંડી પાસેથી કન્ટેનર અને ડ્રાઇવર વસીમખાન જશમતને બોલાવવામાં આવ્યો હતો. આ કન્ટેનર ટ્રક ભિવંડી ખાતેની ઓફિસ પર આવી હતી. રૂ.૯,૨૮,૯૭,૮૮૫/- (નવ કરોડ, અઠાવીસ લાખ, સતાણું હજાર, આઠસો પંચાસી)ની કિંમતના એપલ કંપનીના ૨૪ (ચોવીસ) પેલેટ માલ, જેમાં આઇફોન, લેપટોપ, આઇપેડ, ઇયરપોડ્સ, એપલ વોચીસ, એડેપ્ટર, વાયરલેશ ચાર્જર અને કેબલ સહિતની વસ્તુઓ ભરેલી હતી, તે લોડ કરવામાં આવ્યો હતો.
વેરહાઉસની સુરક્ષા દ્વારા કન્ટેનર પર સીલ નંબરો અને એક ડિજિટલ લોક લગાવવામાં આવ્યું હતું. ત્યારબાદ, ડ્રાઇવર વસીમખાન જશમત કન્ટેનર લઈને અમદાવાદ જવા માટે સાંજે ૧૬ઃ૪૦ વાગ્યે નીકળ્યો હતો, જેની સાથે ડ્ઢ૪ય્ કંપનીના સિક્યુરિટી એસ્કોર્ટ અને સિક્યુરિટી ગાર્ડ પણ હતા. તાp૨૬ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૧૧ઃ૪૧ વાગ્યે કન્ટેનર ગાડી એસ્કોર્ટ સિક્યુરિટી સાથે ખેડા નજીક વડાલા ખાતે ઇન્દ્રપ્રસ્થમાં આવેલ દ્ભઉઈના વેરહાઉસ પર પહોંચી હતી.
રવિવારની રજા હોવાથી કન્ટેનર ખાલી કરવામાં આવ્યું ન હતું. ૨૬ ઓક્ટોબરની રાત્રે, ખેડા વેરહાઉસના સિનિયર એક્ઝિક્યુટિવ અમિત પરમારે ગ્રુપમાં મેસેજ દ્વારા જાણ કરી હતી કે ડ્રાઇવર વસીમખાન જમવા જવાના બહાને કન્ટેનર ગાડી બહાર લઈ જવા માટે સિક્યુરિટી સાથે માથાકૂટ કરી રહ્યો છે ત્યારબાદ, ૨૭ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ સવારે ૦૮ઃ૩૦ વાગ્યે અમિત પરમારે જણાવ્યું હતું કે ડ્રાઇવર વસીમખાન જશમત રાત્રે કન્ટેનર ગાડી લઈને વેરહાઉસમાંથી બહાર જતો રહ્યો હતો.
તાત્કાલિક ય્ઁજી સિસ્ટમનું લોકેશન મેળવવામાં આવતા, કન્ટેનર ગાડી ખેડા હાઇવે, પોળકા બ્રીજ પાસે, મયુરી હોટલ સામે રોડની સાઇડમાં બિનવારસી હાલતમાં જોવા મળી હતી. દ્ભઉઈના માણસોએ ત્યાં પહોંચીને જોયું તો કન્ટેનર ગાડીના ત્રણેય સીલ અને ડિજિટલ લોક તૂટેલા હતા કન્ટેનર ગાડીને વેરહાઉસ પર પાછી લાવીને ૨૮ ઓક્ટોબરના રોજ સવારે ૦૯ઃ૧૫ વાગ્યે તેનો માલ ચેક કરવામાં આવ્યો હતો.
ગણતરી કરતા જાણવા મળ્યું કે ૨૪ પેલેટ માલમાંથી કુલ ૩૯૭ યુનિટ્સ ઓછા હતા. ચોરી થયેલા માલની કુલ કિંમત રૂ.૨,૨૩,૪૮,૫૭૪.૨૩ (રૂપિયા બે કરોડ, તેવીસ લાખ, અડતાલીસ હજાર, પાંચસો ચુંમોતેર અને તેવીસ પૈસા) હતી કંપનીના અધિકારીઓની સૂચના મુજબ, કન્ટેનર ગાડી નંબર સ્ૐ-૦૪-ન્રૂ-૭૪૨૮ના ચાલક/ડ્રાઇવર વસીમખાન જશમત, રહે. મેવાત, હરિયાણા વિરુદ્ધ ખેડા પોલીસમાં ફરિયાદ થઈ છે.
