Western Times News

Gujarati News

ગુજરાતના આ ગામની યુવતીએ 3 વાર પીએચડી, 4 માસ્ટર ડિગ્રી, 50 સર્ટીફિકેટ સાથે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં

જૂનાગઢ, અમરેલી જિલ્લાનું અને ધારી પાસેના વીરપુર ગામની વતની અને મોસાળ જૂનાગઢમાં નાનાજી હિંમતભાઈ અગ્રાવતના ઘરે રહીને અભ્યાસ કરનાર ડૉ.ઉર્વશી જાનકીદાસ દેવમુરારીએ ૩ વખત પીએચડી, ૪ માસ્ટર ડિગ્રી અને પ૦થી વધુ સર્ટીફિકેટ મેળવીને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

૪૦ વર્ષની ઉંમરમાં ૩૪ વર્ષ સુધી તો માત્ર ભણવાનું જ કામ કરનાર ઉર્વશી દેવમુરારીના નેશનલ લેવલ પર ૧૪ અને ઈન્ટરનેશનલ લેવલ પર ૯ પેપર પણ પ્રસિદ્ધ થઈ ચૂકયા છે.

ઉર્વશીએ ધો.૮થી ૧ર જૂનાગઢની ગર્વમેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં અને ગ્રેજ્યુએશન ડૉ.સુભાષ મહિલા કોલેજમાં પૂર્ણ કર્યું હતું. એમણે ૩ બેચલર ડિગ્રી બી.કોમ., બી.એડ., એલએલબી, તેમજ ડી.ટી.એલ.પી. અને ચાર માસ્ટર ડિગ્રી એમ.કોમ., એમ.બી.એ., એમ.એડ. તથા ગોલ્ડમેડલ સાથે એલએલએમની ડિગ્રી અને ૩ પીએચડી સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.

ર૦૧૦માં અભ્યાસ સાથે ૩ બેચલર ડિગ્રી, ૪ માસ્ટર ડિગ્રી તેમજ ૩ પીએચડીની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે ર૦૧પમાં પ્રથમ મેનેજમેન્ટ, ર૦ર૧માં એજ્યુકેશન વિષયમાં અને ર૦રપમાં હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિ. પાટણમાં કાયદા વિષયમાં પીએચડી કરીને વિશ્વકક્ષાએ સ્થાન મેળવીને ભારતના પ્રથમ મહિલા તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.