ગરીબ-ઓછું ભણેલા ખેડૂતના એકાઉન્ટમાં કરોડોનો સાયબર કૌભાંડનો કારોબાર
        ગુજરાતની ટોળકીનું સાયબર કૌભાંડઃ APMCમાં ઓફિસ ખોલી ચાલતું ષડયંત્ર-મુખ્ય સુત્રધાર લખતર એપીએમસીમાં ઓફિસ ખોલી સંચાલન કરતો હતો -સાઈબર ફ્રોડની ર૦૦ કરોડની રોકડ ક્રિપ્ટોમાં કન્વર્ટ દુબઈ મોકલવાનું રેકેટ, છ ઝડપાયા
(એજન્સી)અમદાવાદ, દેશભરમાં થતા સાયબર ફ્રોડના નાણાં રોકડ-ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી દુબઈમાં બેઠેલા સુત્રધારોને મોકલતી ટોળકીને ઝડપી સાયબર સેન્ટર ઓફ એકસેલન્સે મોટી સફળતા મેળવી છે.
ર૦૦ કરોડના સાયફર ફ્રોડના નાણાં આરોપીઓએ કન્વર્ટ કરી દુબઈ મોકલી દીધાનો ઘટસ્ફોટ થયો છે. આ સમયે સાયબર સેન્ટર ઓફ એકસેલન્સે છ આરોપીએ ઝડપી લીધા છે.
પોલીસ તપાસમાં લખતર એપીએમસીમાં ખોલેલી ઓફીસમાં બેસી મુખ્ય સુત્રધાર સમગ્ર સંચાલન કરતો હતો. સુરત, મોરબી, સુરેન્દ્રનગર અને સાવરકુંડલામાં ખોલાવેલા બેક ખાતાઓમાં આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં જમા કરાવતા હતા. સમગ્ર દેશમાં ચાલતા સાયબર ફ્રોડના રેકેટમાં સંડોવાયેલી ગુજરાતની ટોળકીના કૌભાંડનો પર્દાફાશ કરી સાયબર સેન્ટર ફોર એકસેલન્સની ટીમે છ આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ સમગ્ર દેશમાં ચાલતા સાયબર ફ્રોડના રેકેટમાં સંડોવાયેલી ટોળકી સાથે લખતર એપીએમસીમાં ઓફીસ ખોલીને બેસતા સુત્રધારે હાથ મીલાવ્યા હતા.
પોલીસેને થોડા સમય પહેલાં એક શંકાસ્પદ બેંક એકાઉન્ટ મળ્યું હતું. પોલીસે તે એકાઉન્ટની તપાસ કરતા તેમાં અવારનવાર લાખો રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયાં હતાં. જ્યારે પોલીસ ખાતાધારક સુધી પહોંચી ત્યારે ખબર પડી કે તે બેંક ખાતાં તો એક ગરીબ-ઓછું ભણેલા ખેડૂતનું છે.
આથી પોલીસની ટીમ તેની પાસે પહોંચી પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેનું બેંક એકાઉન્ટ તો બીજું કોઈ જ વાપરી રહ્યું છે. 190 કરોડની હેરાફેરીના આ કૌભાંડમાં એક ગરીબ ખેડૂતના એકાઉન્ટમાં વારંવાર લાખોના ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા હોવાની વાત પોલીસ માટે મહત્ત્વની કડી સાબિત થઈ હતી.
આ માટે આરોપીઓ સુરત, મોરબી, સુરેન્દ્રનગર અને સાવરકુંડલામાં પોતાનો બેઝ બનાવી સાગરીતો સાથે મળી અનેક બેક ખાતા ખોલાવ્યા હતા. આ ટોળકી દ્વારા ગરીબ નિરક્ષર અને શ્રમજીવીઓને બેક ખાતા ખોલાવવા માટે નાણાંની લાલચ આપી તેઓના ખાતા ખોલી તેની કીટ તેમજ ઓનલાઈન ટ્રાન્ઝેકશન માટેના પાસવર્ડ સહીતની વિગતો પોતાની પાસે રાખતી હતી.
આ રીતે અનેક બેંક ખાતાઓના ડોકયુમેન્ટ મેળવી તેમાં આરોપીઓ સાયબર ફ્રોડના નાણાં ભોગ બનનાર પાસે જમા કરાવતા હતા. આ નાણાં ઓનલાઈન ક્રિપ્ટોમાં કન્વર્ટ કરતા તેમજ રોકર્ડમાં વિડ્રો કરીને ક્રિપ્ટો અને રોકડ દુબઈ મોકલતા હતા. રોકડ રકમ આરોપીઓ દ્વારા આંગડીયા પેઢી મારફતે બહાર મોકલાતી હતી.
સાયબર સેન્ટર ઓફ એકસેલનસની ટીમને કેટલીક વિગતો મળી કે, લખતર એપીએમસીમાં ઓફીસ ખોલી પેઢી રજીસ્ટર્ડ કરાવનાર કેટલાક શખ્સોના એકાઉન્ટમાં કોઈ નાણાંકીય ટ્રાન્ઝેકશન કે વેપાર નહોતા. જે આધારે તપાસ કરતા આ શખ્સો સાયબર ફ્રોડ કરતી ટોળકી સાથે સંકળાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
