Western Times News

Gujarati News

જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલની દોસ્તી આત્મીય અને અદ્દભૂત હતી

આજકાલ નેતાઓ બન્નેના સંબંધો ખોટી રીતે ચીતરે છે ! એવા નહોતા તેની આ બોલતી તસ્વીર છે !-સરદાર વલ્લભભાઈ પટેલ સંસદ ભવનમાં પ્રવેશ્યા ત્યારે જવાહરલાલ નહેરૂ દોડીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભેટી પડયા !

“સરદાર પટેલના ૧૫૦ માં જન્મ જયંતિ નિમિત્તે તેમનું જાણો સાચું વ્યક્તિત્વ”! -સરદાર પટેલના લોખંડી વ્યક્તિત્વ નીચે છુપાયેલા માનવતાવાદી, નિષ્ઠાવાદી અને સંવેદનશીલ પ્રતિભાને આજના યુવાનો અને વકીલો ઓળખે છે ?!

તસ્વીર શ્રી સરદાર પટેલ, રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્ર પ્રસાદ અને વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરૂની છે ! તેઓ સંસદના ટેબલ ઉપર દેશની ચર્ચા કરી રહ્યા છે ! આઝાદી બાદ સત્તામાં આવેલા નેતાઓ એકબીજાના મુદ્દા આ રીતે ધ્યાનથી સાંભળીને વિચાર-વિમર્શ કરી નિર્ણયો કરતા હતાં !

તેઓના નિર્ણયો સત્તા હાંસલ કરવા કે સત્તા ટકાવી રાખવા માટે નોહતા રહેતા પણ દેશના હિતમાં અને દેશની એકતા અને અખંડિતતાના હિતમાં શું છે તેનો વિચાર કરતા હતાં ! તેનો સંદેશો આપતી આ તસ્વીર છે ! જયારે બીજી તસ્વીર પંડિત જવાહરલાલ નહેરૂ અને સરદાર પટેલની છે ! બન્ને વચ્ચે અદ્દભૂત આત્મીયતા હતી ! આજકાલ નેતાઓ બન્નેના સબંધો ખોટી રીતે ચીતરે છે ! એવા નહોતા તેની આ બોલતી તસ્વીર છે !

રાજસ્થાન પ્રાંતના રાજય પ્રમુખ તરીકે જયપુરના મહારાજાની વરણી થઈ હતી ત્યારે એમની સોગંદ વિધિના પ્રસંગે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક ખાસ વિમાનમાં દિલ્હીથી જોધપુર જઈ રહ્યા હતાં ! ત્યારે વિમાન એકાદ કલાકમાં અચાનક હવાઈ મથકો સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો ! આ વિમાન જયપુર સુધીનો પ્રવાસ પણ સુરક્ષિત કરી શકે એવી સંભાવના રહી નહીં ! અને વિમાન ખેતરમાં ઉતર્યુ ! ગામ લોકો દોડી આવ્યા પણ દિલહીમાં નહેરૂ ચિંતામાં મુકાઈ ગયા ! અકળાઈ ગયેલા જવાહરલાલ નહેરૂ આંટાફેરા કરતા થઈ ગયા હતાં ! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સંસદભવનમાં પ્રવેશ્યા ત્યારે જવાહરલાલ નહેરૂ દોડીને શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને ભેટી પડયા !

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ગળગળા થઈ ગયા ! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે જવાહરલાલ નહેરૂની પીઠ ઉપર થોડી વાર હાથ ફેરવ્યો અને પછી બન્ને જણાએ સંસદ સભ્યોને બે હાથ ઉચા કરી શાંતિ જાળવવા અપીલ કરી !

આમ નહેરૂ અને સરદારની દોસ્તી આત્મીય અને અદ્દભૂત હતી ! તેની આ બોલતી તસ્વીર છે ! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલના ઉમદા વ્યક્તિત્વને સમજવાની પ્રજાએ અને વકીલ માટે જરૂરી છે ?! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

સરદાર પટેલ કહે છે કે, “હું સિપાઈ ગાંધીજીનો સૈનિક છું ! અને પણ હું તો જવાહરલાલ જુથનો છું એનું શું ?!”

સરદાર વલ્લભભાઈ પટેલ અમૃતસર જાતે પહોંચી ગયા અને કહ્યું “જલિયાનવાલા બાગમાં જેઓ દેશની આઝાદી માટે શહીદ થયા તેઓ માત્ર શીખો નહોતા ! હિન્દુ અને મુસલમાનોની સંખ્યા મોટી હતી”!!

સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીની બ્રિટીશરો સામે એકલા હાથે લડતનો ધનુષ્ય ટંકાર કરતા જોઈ, ગાંધીજીની હિંમત જોઈ સરદાર વલ્લભભાઈ પટેલ ગંધીજીના નિષ્ઠાવાન અનુયાયી બન્યા હતાં ! દેશના પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરૂ બન્યા અને દેશના પ્રથમ કોંગ્રેસી નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ બન્યા ! અને સરદાર અખંડ ભારતના નકશીગર બનીને ૫૬૨ રજવાડાઓને એક કર્યા !

પાંચ લાખ ચોરસ માઈલ જેટલા વિસ્તારના બદલામાં સાલીયાણાની રકમ રજવાડાના રાજાઓને આપવાની નકકી થઈ ! એ વાર્ષિક સાડા પાંચ કરોડ રૂપિયા હતી ! આમ સરદાર – ગાંધીના નિષ્ઠાવાન સાથી અને સૈનિક રહ્યા અને ભારતના બીજા નંબરના મહાત્મા અને લોખંડી પુરૂષ બન્યા ! તેમની ૧૫૦ મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના વધુ મહાન વ્યક્તિત્વને પણ રાજકારણથી ઉપર ઉઠીને સમજવાની જરૂર છે !!

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ એક સંવેદનશીલ ! માનવતાવાદી ! બિનસાંપ્રદાયિક વ્યક્તિત્વ ધરાવતા નિડર, કાબેલ અને દુરંદેશી વિચારક કઈ રીતે હતાં ?!
શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ ગુજરાતના બોરસદ તાલુકાના કરમસદ ગામે ઓકટોબર, ૩૧ સને ૧૮૭૫ માં થયો હતો ! તેઓ બાળપણથી જ સાહસિક, નિડર હતાં !

તો બીજી તરફ સંવેદનશીલ, માનવતાવાદી અને રાજકીય મુત્સદ્દી તરીકે અને ત્યાગી રાજનેતા તરીકે, પ્રમાણિક ગાંધીવાદી તરીકે, બિનસાંપ્રદાયિકતાના પ્રહરી અને નિષ્ઠાવાન ગાંધીજીના સૈનિક હતાં ! આવી બહુમુખી પ્રતિભાને હૃદયથી ઓળખવાની ફકત જરૂર નથી ?! પરંતુ સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ પર ભાષણો આપનાર દેશના તમામ પ્રથમ પંક્તિના રાજકીય નેતાઓએ “સરદાર વલ્લભભાઈ પટેલની બહુમુખી પ્રતિભા” ને સમજવાની જરૂર છે ! ગુજરતમાં “સ્ટેચ્યુ ઓફ યુનિટી” એ ગૌરવની વાત છે !

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ બાળપણથી જ નિડર કઈ રીતે હતાં ?! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ

બાળપણથી જ સાહસિક અને નિડર હતાં ! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને બાળપણમાં જ બગલમાં કથિત “ગુમડુ” થયું હતું ! જે અત્યંત પીડાદાયક હતું ! જેને ગામડામાં “કાળી બિલાડી” તરીકે ઓળખાતું હતું ! જેનો જે તે સમયે ઈલાજ હતો “લોઢાનો ગરમ સળીયો ચાંપી તેને ફોડવાનું હતું”! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની બાળપણની પરિસ્થિતિ જોઈ ઈલાજ કરવા આવેલ વ્યક્તિ ડરી ગયો ! ત્યારે “બાળ સરદારે” લોઢાનો ગરમ સળીયો જાતે લઈ ગુમડાને ચાંપી દીધો અને ગુમડાને ફોડી નાંખ્યું ! આ હતાં આપણા સરદાર !!

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને માનવતાવાદી અને બિનસાંપ્રદાયિકતામાં શ્રધ્ધા ધરાવતા ગાંધીવાદી કઈ રીતે હતાં ?! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના ચુસ્ત અનુયાયી હતાં ! અને માનવતાવાદી અને બિનસાંપ્રદાયિક મૂલ્યોમાં જ શ્રધ્ધા ધરાવતા હતાં ! તેમનું ધ્યેય સત્તા મેળવવાનું કે સત્તા આજીવન ટકાવી રાખવાનું નહોંતું ! અને પોતાના સિધ્ધાંતોમાં ઝુકતા નહોતા ! તેનું એક ઉદાહરણ છે.

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ભારતીય પ્રસારણ મંત્રી હતાં ત્યારે આકાશવાણીની ઉર્દુ સેવાઓને સજીવન કરી હતી ! એટલું જ નહીં ઉર્દુ ભાષામાં ખાસ સામાયિક શરૂ કરવા માટે જોશ મલિહાબાની નામના મુસ્લીમ કવિને તંત્રી તરીકે નિયુકત કર્યા હતાં !

બીજો દાખલો છે કે, પટૌડીના નવાબના બેગમ દિલ્હીના રમખાણગ્રસ્ત વિસ્તારમાં ફસાઈ ગયા હતાં ! પટૌડીના નવાબે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલને વિનંતી કરતા ત્યારે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે તાત્કાલિક મુસ્લીમ મહિલા લશ્કરની મદદથી સુરક્ષિત રાહે વિમાન માર્ગે ભોપાલ મોકલી આપ્યા હતાં !

બીજો એક નોંધનીય દાખલો છે કે, મુસ્લીમ નિર્વાિશ્રતોથી ભરેલી એક ગાડી (ટ્રેન) દિલ્હીથી રાવલપિંડી જઈ રહી હતી ! આ ગાડી અમૃતસર સ્ટેશન પાસેથી પસાર થવાની હતી એ ખબર જયારે અમૃતસર પહોંચી ત્યારે હજજારો શીખો વેરની વસૂલાત કરવા અમૃતસર નજીક રેલ્વેના પાટાની આસપાસ ગોઠવાઈ ગયા હતાં ! શીખોના આ ગુસ્સાના સમાચાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પાસે પહોંચ્યા !

આ પરિસ્થિતિની ગંભીરતા સમજીને પોતાના તમામ કામો પડતા મુકીને આગલે દિવસે જ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અમૃતસર પહોંચી ગયા ! હથિયારબધ્ધ શીખો પાસે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ પહોંચી ગયા ! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે ગૃહમંત્રી તરીકે ફરજ અદા કરતા કહ્યું કે, “જલીયાનવાલા બાગમાં જેઓ દેશની આઝાદી માટે સામે ચાલીને દેશ માટે શહીદ થયા હતાં, મોતને ઘાટ ઉતર્યા હતાં તેઓ માત્ર શીખો નહોતા તેમાં હિન્દુ અને મુસલમાનો પણ મોટી સંખ્યામાં હતાં”!

પાકિસ્તાનથી આવેલી ટ્રેનમાં આપણાં દેશના અનેક નિર્દાેષ ભાઈ-બહેનોની હત્યા થઈ એનાથી આપણને સહુને રોષ છે, પણ આ રોષનું શમન જો આ રીતે બીજા હજજારો નિર્દાેષની કતલથી કરીશું તો “જલીયાનવાલા બાગ” માં જેઓ શહીદ થયા તેઓના શું આપણે સુપાત્ર વારસદારો ગણાઈશું ખરાં ?! બહાદુર પ્રજાએ નિર્દાેષોની આવી કતલ કરી હોય એવું કયાંય નોંધાયું નથી !

તમે તમારા પૂર્વજોના આ ઉજજવળ ઈતિહાસ ઉપર કલંક લગાવવા માંગો છો ?! ગુરૂ હરગોવિંદે તમારા હાથમાં જે શસ્ત્રો આપ્યા હતાં એનો ઉદ્દેશ “ધર્મનું રક્ષણ” કરવો એ જ હતો ! હવે તમે આ શસ્ત્રોનો ઉપયોગ બાળકો, સ્ત્રીઓ અને વૃધ્ધો ઉપર કરીને ગુરૂના આત્માને સંતુષ્ટ કરી શકશો ખરાં ?! અને મુસ્લીમોની દિલ્હીથી ઉપડેલી ગાડી નિર્વિધ્ને પસાર થઈ ગઈ ! આ હતો સરદાર પટેલનો “ધર્મ” !!

શ્રી સરદાર વલ્લલભભાઈ પટેલની કર્મિનષ્ઠા આ મહાન ઉદાહરણ તમે જાણો છો ?! શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી મનોબળવાળા રાજકર્તા તરીકે અને ભારતના દેશી રાજયોના શાંતિભર્યા વિલીનીકરણ માટે વિખ્યાત છે, માનવતાવાદી અને બિનસાંપ્રદાયિકતાના સમર્થક તરીકે જાણીતા છે ! પરંતુ અંગત જીવનમાં તેઓ મહાનતાને સ્પર્શેલા છે !

શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સને ૧૯૨૧ માં બેરીસ્ટરની (વકીલ)ની સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં વકીલાત શરૂ કરી હતી ! તેઓ એક કેસમાં દલીલ કરી રહ્યા હતાં ! ત્યારે ફોન દ્વારા સંદેશો મળતા તેઓ સહેજ પણ અટકયા વગર કોર્ટ કાર્યવાહી ચાલુ રાખી ! દલીલો પૂર્ણ કરી ! ન્યાયાધીશે પુછયું શું થયું ?! ત્યારે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું મારી પત્ની ગુજરી ગયા છે ને હવે હું જાઉં છું ! આ હતાં કર્તવ્યનિષ્ઠ સરદાર પટેલ !! કયાં છે આજે આવું વ્યક્તિત્વ ?????!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.