Western Times News

Gujarati News

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં જે. જે. પટેલ ઝંપલાવશે તો સ્થાપિત હિતો માટે ખતરો સર્જાવવાની ચકચાર ?!

અમદાવાદ શહેરના વકીલ મંડળોની ચૂંટણીમાં વકીલ પ્રતિભાઓ લુપ્ત થતી જાય છે ! બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં પ્રતિભાશાળી વિખ્યાત ધારાશાસ્ત્રીઓ ચૂંટણીથી દુર રહેતા જુનીયર્સ વકીલોનો આર્તનાદ કોણ રજૂ કરશે ?!

તસ્વીર ગુજરાત બાર કાઉન્સિલની કચેરીની છે ! સુપ્રિમ કોર્ટના માર્ગદર્શન મુજબ હવે દેશ ભરની બાર કાઉÂન્સલોની ચૂંટણી યોજવામાં આવશે ! એવું મનાય છે ! બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં પણ અગાઉ પ્રતિભાશાળી, વિદ્વાન અને કાબેલ વકીલો ચૂંટાતા હતાં ! આગળ જતાં વકીલાતની વ્યવસાયિક સ્વતંત્રતા, ગુણવત્તા અને મૂલ્યનિષ્ઠા માટે કામ કરતા હતાં ! આજે બાર કાઉÂન્સલમાં ચૂંટાતા સભ્યો જ્ઞાતિવાદ, જાતિવાદ અને રાજકીય જુથવાદનું કાર્ડ ખેલી ચૂંટાય છે !

તેથી ગુજરાત બાર કાઉÂન્સલમાં ભૂતકાળમાં શ્રી કે. જે. શેઠના, શ્રી જે. બી. પારડીવાલા, શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી આર. આર. શુકલા, શ્રી નિરંજનભાઈ દફતરી જેવા પ્રતિભાશાળી વકીલ વ્યવસાયિકો ચૂંટાતા હતાં ! હવે જ્ઞાતિવાદ, જાતિવાદ, જૂથવાદ અને રાજકીય કંઠીઓ ફરતી થઈ છે ! માટે ધીરે, ધીરે વકીલાતનો વ્યવસાયિક માહોલ પણ જાણે બદલાતો હોય એવું મનાય છે ! આવી પરિસ્થિતિમાં એક આશાનું કિરણ શ્રી જે. જે. પટેલ છે !

જે સરકારમાં રાજકીય વર્ગ અને પ્રતિભા ધરાવે છે ! જેને લઈને બાર કાઉન્સિલમાં ૨૮ કરોડ રૂપિયા જેવી માતબર રકમ વકીલો માટે લઈ આવી કમ સે કમ વકીલ આલમની સેવા કરી છે ! આગામી બાર કાઉÂન્સલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં શ્રી જે. જે. પટેલ ઝંપલાવશે તો બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં નવા ચહેરાઓનું આગમન થશે એવું મનાય છે ! ઈન્સેન્ટ તસ્વીર બાર કાઉÂન્સલના વર્તમાન ચેરમેન શ્રી જે. જે. પટેલની છે !! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

અમદાવાદ શહેરના વકીલ મંડળોની ચૂંટણીમાં હાઈકોર્ટ બારમાં યોગેશભાઈ લાખાણી અમદાવાદ બારના વિનોદચંદ્ર દિક્ષીત, ફોજદારી બારમાંથી બી. એમ. ગુપ્તા, અમદાવાદ ડીસ્ટ્રીકટ કોર્ટ બારમાંથી સી. એમ. વ્યાસ જેવા વિખ્યાત ધારાશાસ્ત્રીઓ ચૂંટાતા હતાં હવે કેમ નથી ઉભા રહેતા ?!

અમેરિકન ઉદ્યોગપતિ રોબર્ટ કિયાસાકી કહે છે કે, “તમે આજે શું કરો છો તેના પર તમારૂં ભવિષ્ય નિર્ભર કરે છે નહીં કે આવતી કાલ પર”!! અમેરિક ઉદ્યોગપતિ અને ઈજનેર એન્ડ્રયુ કાર્નેગી નામના ઉદ્યોગપતિ કહે છે કે, “જે લોકો જાતને પ્રોત્સાહિત નથી કરી શકતા એ તેમની અદ્દભૂત પ્રતિભાને અન્યાય કરીને સામાન્ય વ્યક્તિ તરીકે જીવી જાય છે”!! ગુજરાત બાર કાઉÂન્સલની તથા અમદાવાદ શહેરના તમામ વકીલ મંડળોની ચૂંટણી ડિસેમ્બરમાં યોજાવા જઈ રહી હોવાનું મનાય છે !

ત્યારે વકીલાતના વ્યવસાયમાં જોડાયેલા અને વકીલાત કરતા અનેક વકીલો આગામી ચૂંટણીમાં ઝંપલાવવાની તૈયારી કરી રહ્યા છે ! ત્યારે હવે વકીલાતના વ્યવસાયની પેટર્ન ભલે એક જહોય પણ ચૂંટણીલડવા માટેના કારણો વકીલાત કરવાના ઉદ્દેશો ઘણીવાર જુદા, જુદા જોવા મળે છે ! ત્યારે આગામી વકીલ મંડળોની ચૂંટણીમાં વકીલોને કેવા ઉમેદવાર મળશે ?! અને વકીલ મંડળની ચૂંટણી જીતવા શું ચક્રવ્યુહ ઘડવો તેની ચર્ચાએ જોર પકડયું છે !

એક સમય હતો ત્યારે વકીલાતના વ્યવસાયમાં પ્રતિભા ઉજાગર કરી હોય એવા પ્રતિષ્ઠિત વકીલો વચ્ચે ચૂંટણી જંગ લડાતો હતો ! હવે વકીલાતની ચૂંટણી જ્ઞાતિ, જાતિના ધોરણે લડાતી હોવાનું મનાય છે ! ત્યારે હાઈકોર્ટ બાર હોય કે ફોજદારી બાર હોય કે મિરઝાપુર ડીસ્ટ્રીકટ બાર હોય કે સીટી સીવીલ અને સેસન્સ કોર્ટ બાર હોય પ્રતિભાશાળી નેતૃત્વનું સ્થાન કથિત જ્ઞાતિ, જાતિવાદ અને પક્ષીય રાજકારણે લેતાં શું વકીલાતના વ્યવસાયનું અવમૂલ્યન થઈ રહ્યું છે ?!

અમેરિકન પ્રગતિશીલ ઉદ્યોગ સાહસિક સ્ટીવ જોબ્સ કહે છે કે, “કબરમાં સુવું ત્યારે જગતનો સૌથી ધનિક વ્યક્તિ હોઉ તે મારા માટે મહત્વનું નથી હું પથારીમાં પડુ ત્યારે કૈંક અદ્દભૂત કર્યાના સંતોષ સાથે નિંદર લઈ શકું એ વધારે મહત્વનું છે”!! આ જ વાત વકીલાતના વ્યવસાયમાં હતી ! વકીલાતના વ્યવસાયમાં આવી વકીલો પહેલા પોતાની પ્રતિભા અને પ્રતિષ્ઠા બનાવતા હતાં અને પછી પૈસા કમાતા હતાં !

અને પછી સમગ્ર વકીલ આલમને જીવનમાં ઉપયોગી થાય એવું નેતૃત્વ પુરૂં પાડતા હતાં ! આવા વકીલ નેતૃત્વમાં ભૂતકાળમાં ગુજરાત હાઈકોર્ટમાં શ્રી યોગેશભાઈ લાખાણી, શ્રી કે. જે. શેઠના, શ્રી યતીનભાઈ ઓઝાનું નામ મોખરે હતું ! શ્રી યોગેશભાઈ લાખાણી તો ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પદ સુધી પહોંચી

સંજોગોવસાત પદભાર નહોતો સંભાળ્યો ! શ્રી યોગેશભાઈ લાખાણીના હાથ નીચે અનેક યુવાનો તૈયાર થયા હતાં ! પરંતુ શ્રી યોગેશભાઈ લાખાણી વિનમ્ર, સેવાભાવી અને કર્મશીલ વ્યક્તિત્વ ઉજાગર કરી પછી હાઈકોર્ટ બાર અને બાર કાઉÂન્સલને નેતૃત્વ પુરૂં પાડયું હતું !!

અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં અમદાવાદ બાર કાર્યરત છે ! આ બારમાં પણ પ્રતિભાશાળી અને વિદ્વાન વકીલ નેતૃત્વને ચૂંટવાનો જોક હતો ! જેમાં શ્રી વિનોદચંદ્ર દિક્ષીત, શ્રી હરેશભાઈ શાહ, શ્રી પરેશભાઈ જાની જેવ બહુમુખી પ્રતિભા ધરાવતા વકીલો ચૂંટતા હતાં ! આજે પણ પસંદગી એવા વકીલોની થાય છે ! પરંતુ થોડી ઓટ આવતી જાય છે !

જયારથી જ્ઞાતિવાદ, જૂથવાદ અને રાજકીય પક્ષો રસ લેતા થયા છે. કયારેક ચૂંટણી લડવાની પધ્ધતિ બદલાઈ ગઈ હોવાનું પણ મનાય છે ! ફોજદારી કોર્ટ બાર એ ગુજરાતનુ સૌથી મોટું અને પ્રતિભાશાળી બાર ગણાય છે ! શ્રી બી. એમ. ગુપ્તાનું વકીલાતના વ્યવસાયમાં વિદ્વાન અન પ્રતિભાશાળી કાયદાવિદ તરીકે મોટું નામ છે !

તેઓએ ફોજદારી બારના સેક્રેટરી તરીકે અને પ્રમુખ તરીકે નેતૃત્વ કર્યુ છે ! આ ઉપરાંત અગાઉ શ્રી આર. આર. શુકલા, શ્રી એચ.એમ. ધ્રુવ જેવા વિદ્વાન વકીલ વ્યવસાયિકો ફોજદારી બારને મજબુત નેતૃત્વ પુરૂં પાડયું હતું ! કારણ કે વકીલાતના વ્યવસાયમાં તેમનું નામ હતું !

મિરઝાપુર ડીસ્ટ્રીકટ કોર્ટ બાર એસોસીએશન પણ ગુજરાતનું જીલ્લા અદાલત કક્ષાએ મોટું બાર ગણાય છે ! આ બારમાં પૂર્વ પ્રમુખ તરીકે પ્રતિભાશાળી વકીલ તરીકે તેમણે સુદિર્ઘ સેવા આપી છે ! અને તેમના હાથ નીચે અનેક વકીલો તૈયાર થયા છે ! આમ અગાઉ વકીલ મંડળોની ચૂંટણીમાં પ્રતિભાશાળી વકીલ વ્યવસાયિકો ચૂંટણીમાં ઓછા ઉભા રહે છે સવાલ છે કેમ ?!

આગામી ડિસેમ્બરમાં ગુજરાત ભરના બારના વકીલ મંડળોની ચૂંટણી યોજાવા જઈ રહી છે ! ત્યારે વકીલ મંડળના સભ્યોએ કેવા ઉમેદવારો મેદાનમાં ઉતારવા અને કેવા ઉમેદવારો ચૂંટવા એ નકકી કરવાનો સમય આવ્યો છે ! જેથી નબળો પડતો વકીલાતનો વ્યવસાય કઈ રીતે મજબુત થાય ?!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.