લુખ્ખા તત્વોએ દુકાનમાં તોડફોડ કરી માલિકને સખ્ત માર માર્યો
        AI Image
(એજન્સી)અમદાવાદ, કૃષ્ણનગર વિસ્તારમાં ફરી એકવાર લુખ્ખાઓનો આતંક સામે આવ્યો છે. જેમાં રાકેશ વણઝારા અને તેના સાગરીતો એક દુકાનમાં ઘુસ્યા હતા અને તેના માલીકને ફટકાર્યો હતો. તથા દુકાનમાં તોડફો કરી હતી. ત્યારબાદ ત્યાંથી તેઓ પલાયન થઈ ગયા હતા.
આ મામલે સીસીટીવી ફુટેજ બાદ પોલીસે ફરીયાદ નોધી આરોપીઓની શોધખોળ આદરી છે. સૈજપુર વિસ્તારમાં ૪૦ વર્ષીય હરીશ ગુલાબરાવ દેવતળે પરીવાર સાથે રહે છે અને તેના જ વિસ્તારમાં તકદીર ફ્રાય સેન્ટર નામથી ઈડાની દુકાન ધરાવી વેપાર કરે છે.
૩૧મીના રોજ હરીશ પોતાની દુકાન પર ત્રણ અજાણ્યા શખ્સો એકટીવા લઈ આવ્યા હતા. ત્રણે વ્યકિતઓએ મોઢા પર રૂમાલ બાંધ્યો હતો અને દુકાનમાં આવી તોડફોડ શરૂ કરી હતી. અને મારામારી ઘરવા લાગ્યા હતા. આ દરીમ્યાન એક વ્યકિતનો રૂમાલ નીકળી ગયો હતો.
ત્યારે જાણવા મળ્યું હતું કે તે વ્યકિત માથાભારે રાકેશ ઉર્ફે રાકુ હરીભાઈ વણઝારા હતો. તેણે પણ દંડા વડે મારામારી શરૂ કરી હતી. તમામે દુકાનમાં મોટા પાયે તોડફોડશરૂ કરી હતી. અને હરીશને માર માર્યો હતો. આ દરમ્યાન હરીશના કારીગરો ડરી ગયા હોવાથી દુકાનમાં અંદર છુપાઈ ગયા હતા. ત્યારબાદ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા.
જો કે,થોડી જ વારમાં રાકેશ વણઝારા સહીતના લોકો પાછા આવ્યા હતા. અને મારામારી શરૂ કરી હતી અને દુકાનનું કાઉન્ટર ઉધું પાડવા પ્રયત્નો કર્યા હતા. પરંતુ હરીશ સહીતના લોકો ત્યાં આવ્યા હતા અને બચાવવા પ્રયત્ન કર્યો હતો. જોકે, હુમલાખોરોએ તેમને ફટકાર્યો હતો.
અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો આવી ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરતા પોલીસ પણ આવી ગઈ હતી. હરીશે લુખ્ખા રાકેશ વણઝારા સહીતના સામે ફરીયાદ નોધાવતા પોલીસે તપાસ આદરી છે.
