ઓકટોબર ર૦રપમાં ગુજરાતને રૂ.૭,૧ર૭ કરોડની GSTની આવક થઈ
        AI Image
તહેવારોની સાથે ખરીદીમાં વધારો થતાં જીએસટી કલેકશન પણ વધ્યું -નવા જીએસટીના દર લાગુ થયા બાદ રાજયની જીએસટી આવકમાં ૧૬.૦૭ ટકાનો વધારો
(એજન્સી)અમદાવાદ, તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરોમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા. જેના દ્વારા જીએસટીની આવકમાં પણ જંગી વધારો જોવા મળ્યો છે. ઓકટોબર ર૦રપમાં ગુજરાત રાજયને જીએસટી હેઠળ રૂ.૭,૧ર૭ કરોડથી આવક થયેલ છે.
ઓકટોબર-ર૦ર૪ માં થયેલા આવક રૂ.૬,૧૪૦ કરોડ કરતાં ૧૬.૦૭ ટકા જેટલી વધુ છે. આ સાથે જ નોધનીય છે કે, ઓકટોબર-ર૦રપ માં રાષ્ટ્રીય કક્ષાએ જીએસટી આવકનો ગ્રોથ ૪.૬ ટકા રહેલ છે. જેમાં ગુજરાતના વિવિધ ઉધોગોમાં થયેલી અસર અને માર્કેટમાં નીકળેલી ખરીદદારીના પરીણામે વિવિધ ક્ષેત્રોમાં તહેવારોની સાથે ખરીદીમાં વધારો થતા જીએટીની આવકના ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે.
રર સપ્ટેમ્બરથી જીવન જરૂરીયાતનીચીજ વસ્તુઓથી લઈને ઈલેકટ્રોનીકસ અને ઓટોમોબાઈલ સુધીની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પર જીએસટીના નવા દર લાગુ કરવામાં આવ્યા હતા. જેની અસર ઓકટોબર માસના જીએસટી કલેકશનના આંકડા પર જોવા મળી છે.
આ સાથે જ રાજયને તહેવારોમાં વેચાણ અને માંગમાં વધારો થવાની સ્થિતીમાં ઓકટોબર-ર૦રપમાં હેઠળ રૂ.ર,પ૩૪ કરોડ વિધુત શુલ્ક હેઠળ રૂ.૧,૦૧૬ કરોડ અને વ્યવસાય વેરા હેઠળ રૂ.ર૬ કરોડ ની આવક થયેલ છે.
જે સાથે રાજય કર વિભાગને જીએસટી વેટ વિધુત શુલ્ક અને વ્યવસાય વેરા થકી કુલ રૂ.૧૦,૭૦૩ કરોડની આવક થયેલ છે. આ માટે અગાઉ જીએસટીના દરમાં ફેરફાર થવાના પરીણામે રાજય સરકારની આવકમાં ફેરફાર થવાની આવક ઘટના સુધીની ચિતા વ્યકત કરવામાં આવી રહી હતી. જેના પર નવા દર બાદ નોધપાત્ર વધારો જોવા મળ્યો છે.
આ તરફ તહેવારોની સીઝનમાં મોટા પ્રમાણમાં કરચોરીની ઘટના પણ સામે આવી છે. જેના પર જીએસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઓકટોબર-ર૦રપ માં મોબાઈલ સ્કવોડ દ્વારા અન્વેષણની કામગીરી થકી રૂ.૩૦.૭૦ કરોડની આવક થયેલ
જે ગત વર્ષના સમાન માસ દરમ્યાન થયેલ રૂ.ર૪.પ૮ કરોડની હતી જેના સામે રપ ટકા જેટલો નોધનીય વધારો જોવા મળ્યો છે. જેના સાથે જ આગામી સમયમાં પણ જીએસટી વિભાગ દ્વારા ટેક્ષ ચોરીના મામલે પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
