પરમાણુ પરીક્ષણો એટલા ભૂગર્ભમાં કરવામાં આવે છે કે તેમને શોધવા મુશ્કેલ : ટ્રમ્પ
        File Photo
પાકિસ્તાન અને ચીન ગુપ્ત પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે : ટ્રમ્પનો દાવો
અમેરિકન રાષ્ટ્રપ્રમુખના ચોંકાવનારા દાવાથી ભારતની ચિંતા વધશે?
ટ્રમ્પે દાવો કર્યાે હતો કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની અણી પર હતા, જેને તેમણે વેપાર અને ટેરિફની ધમકી આપીને અટકાવ્યો હતો
નવી દિલ્હી,અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો અને ચોંકાવનારો દાવો કર્યાે છે. તેમના મતે રશિયા અને ઉત્તર કોરિયા ઉપરાંત પાકિસ્તાન અને ચીન ગુપ્ત રીતે પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરી રહ્યા છે. આ દાવો ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે તે બે મોરચે બે પરમાણુ હથિયારોથી સજ્જ હરીફ ચીન અને પાકિસ્તાનનો સામનો કરી રહ્યો છે.
ટ્રમ્પે દાવો કર્યાે હતો કે પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો ગુપ્ત રીતે પરીક્ષણો કરી રહ્યા છે.એક ખાનગી ચેનલ સાથેના ઈન્ટરવ્યૂમાં અમેરિકન પ્રમુખે ૩૩ વર્ષના પ્રતિબંધ પછી યુએસ સૈન્યને પરમાણુ પરીક્ષણો કરવાનો આદેશ આપવાને વાજબી ઠેરવ્યું હતું. તેમણે કહ્યું કે રશિયા પરીક્ષણો કરી રહ્યું છે, પરંતુ તેઓ તેના વિશે વાત કરતા નથી.તેમણે પાકિસ્તાન પર પણ આ જ આરોપ લગાવતા કહ્યું કે, ઉત્તર કોરિયા પરીક્ષણ કરી રહ્યું છે.
પાકિસ્તાન પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પે દાવો કર્યાે હતો કે આ પરીક્ષણો એટલા ભૂગર્ભમાં કરવામાં આવે છે કે તેમને શોધવા મુશ્કેલ છે.ટ્રમ્પે દાવો કર્યાે હતો કે મે મહિનામાં ભારત અને પાકિસ્તાન પરમાણુ યુદ્ધની અણી પર હતા, જેને તેમણે વેપાર અને ટેરિફની ધમકી આપીને અટકાવ્યો હતો.
જો હું તેમાં સામેલ ન થયો હોત તો લાખો લોકો મૃત્યુ પામ્યા હોત. તે એક ખરાબ યુદ્ધ હતું. દરેક જગ્યાએ જેટ વિમાનોને તોડી પાડવામાં આવી રહ્યા હતા. મેં બંનેને કહ્યું, ‘જો તમ લોકો યુદ્ધ બંધ નહીં કરો તો અમેરિકા સાથે કોઈ વેપાર કરી શકશો નહીં.ss1
