નજીવી બાબતે ઝઘડો થતા સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં સૈન્યના જવાનની હત્યા કરાઈ
        કોચ અટેન્ડેન્ટે ચપ્પાના અનેક ઘા માર્યા
આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને તાત્કાલિક પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું
બિકાનેર,રાજસ્થાનના બિકાનેર પહોંચેલી જમ્મુ તાવી એક્સપ્રેસ (સાબરમતી એક્સપ્રેસ)ના સ્લીપર કોચમાં સેનાના જવાનની હત્યા કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, જવાનનો કોચ એટેન્ડન્ટ સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ એક કોચ એટેન્ડન્ટે તેના પર છરી વડે હુમલો કર્યાે હતો. જવાન ગંભીર રીતે ઘાયલ થયો હતો અને તેનું મૃત્યુ થયું હતું.
અહેવાલો અનુસાર, ગુજરાતના રહેવાસી જવાન જીગર કુમાર જમ્મુ તાવી ટ્રેનમાં ફિરોઝાબાદથી બિકાનેર જઈ રહ્યા હતા. કોચમાં વિવાદ દરમિયાન કોચ એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યાે. લુંકરનસર અને બિકાનેર વચ્ચે ચાલતી ટ્રેનમાં બનેલી આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા સૈનિકને તાત્કાલિક પીબીએમ ટ્રોમા સેન્ટર લઈ જવામાં આવ્યો, જ્યાં પહોંચતા પહેલા જ તેનું મોત નિપજ્યું હતું.જીઆરપી સીઆઈ આનંદ ગિલાએ જણાવ્યું હતું કે ‘આ ઘટના 2 નવેમ્બરે બની હતી.
આ ઘટના રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ગુજરાતથી ફિરોઝપુર-સાબરમતી ટ્રેનમાં બની હતી, જે લોંકણ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. ગુજરાતના રહેવાસી સૈનિક જીગર કુમાર અને કોચ એટેન્ડન્ટ વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ, એટેન્ડન્ટે જવાન પર છરી વડે હુમલો કર્યાે, જેના પરિણામે તેનું મોત નિપજ્યું. આ મામલે એટેન્ડન્ટની અટકાયત કરવામાં આવી છે.
વધુ તપાસ ચાલુ છે.’ઉલ્લેખનીય છે કે, ૨૭ વર્ષીય જીગર કુમાર ભારતીય સેનામાં તહેનાત હતો અને રજા પર ઘરે પરત ફરી રહ્યો હતો. પરિવારે જણાવ્યું હતું કે જીગર એક જવાબદાર સૈનિક હતો જેના લગ્નને ફક્ત બે વર્ષ થયા હતા. તેનો પરિવાર ગુજરાત છોડીને બિકાનેર ગયો છે. ઘટનાની માહિતી મળતાં જ સેનાના અધિકારીઓએ તપાસ ટીમ પણ મોકલી હતી. સૈનિકના મૃત્યુથી સેનામાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.ss1
