કોલેજ ફી ભરવાની મજબૂરીથી ૨૧ વર્ષની વિદ્યાર્થિની દેહવેપારના દલદલમાં ફસાઇ
હોટલ માલિક સામે ગુનો નોંધાયો
સુરતમાં દિલ્હીની પોલિટિકલ સાયન્સની વિદ્યાર્થિની સહિત ચાર યુવતીને હોટલમાંથી મુક્ત કરાવાઇ
સુરત,સુરતના રાંદેર વિસ્તારમાં વી સ્ક્વેર શોપિંગ મોલમાં આવેલી ‘હોટલ કોવ’માં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. દેહવ્યાપાર માટે લાવવામાં આવેલી ચાર યુવતીને મુક્ત કરાવવામાં આવી છે. ચોંકાવનારી વાત એ સામે આવી હતી કે, ચાર પૈકીની એક યુવતીની ઉંમર તો ફક્ત ૨૧ વર્ષની છે, જે પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરે છે.
ભણવામાં ખૂબ જ હોશિયાર આ વિદ્યાર્થિની પાસે ફી ભરવાના પૈસા ન હોઈ, દેહવ્યાપારના દલદલમાં ફસાઈ છે.રેસ્ક્યુ કરાયેલી ચાર યુવતીમાંથી એક યુવતી ૨૧ વર્ષની વિદ્યાર્થિની છે અને તે નોઇડામાં પોલિટિકલ સાયન્સનો અભ્યાસ કરી રહી છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે તે ગરીબ પરિવારમાંથી આવે છે અને ભણતરમાં હોશિયાર છે, જોકે, પોતાના ભણતરનો ખર્ચ અને ફી એકત્ર કરવા માટે તે એક એજન્ટના માધ્યમથી સુરત આવી હતી અને આ દેહવ્યાપારના ધંધામાં ફસાઈ ગઈ હતી.
આ વિદ્યાર્થિની સાથે અન્ય જે ત્રણ મહિલાને મુક્ત કરવામાં આવી છે, તેઓ પણ આર્થિક મજબૂરીના કારણે કોલકાતાથી આવી હતી. પોલીસે દલાલ રતન મહાદેવ ગયાન ઉર્ફે રાજુ, અને હોટલ સંચાલક પીયૂષ લીલાભાઈ દેસાઈ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ss1
