ખ્યાતનામ મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું અવસાન
દયા ડોંગરના કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી
માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાં
મુંબઈ,ફિલ્મ અને ટીવીજગતના જાણીતા અભિનેતા સતીશ શાહના નિધન બાદ ફિલ્મજગત માટે ફરી દુઃખદ સમાચાર આવ્યા છે. જાણીતી મરાઠી અભિનેત્રી દયા ડોંગરેનું ૮૫ વર્ષની ઉંમરે નિધન થયું છે.વૃદ્ધાવસ્થાને કારણે તેઓ નાદુરસ્ત રહેતા હતા, આજે તેમણે આખરી શ્વાસ લીધા છે. તેઓ માયાબાપ, ખટ્યાલ સાસુ નાથલ સૂન, ઉમ્બાર્થ જેવી ઘણી લોકપ્રિય ફિલ્મો અને ટીવી સિરિયલમાં અભિનય કરી ચૂક્યા હતાં.તેમની કરિયરની શરૂઆત તો સંગીતથી થઈ હતી.
આકાશવાણીમાં તેઓ ગાઈ ચૂક્યાં હતા, ત્યારબાદ અભિનય તરફ વળ્યાં હતાં. દયાનો પરિવાર પણ કલાજગત સાથે જોડાયેલો હતો અને તેમણે ૧૬ વર્ષની વયે નાયજગતમાં પ્રવેશ કર્યાે હતો.દયા ડોંગરેએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ પ્રવેશ મેળવ્યો હતો. જોકે વિવાહ થઈ જતા તેઓ કોર્સ પૂરો કરી શક્યાં ન હતાં, પરંતુ લગ્ન બાદ પતિએ તેમને ઘણો સાથ આપતા તેમણે અભિનય ક્ષેત્રે કામ કરવાનું ચાલુ રાખ્યું અને વિવિધ ભૂમિકાઓ ભજવી લોકપ્રિય થયાં હતાં.
માય બાપ અને ખટ્યાલ સાસુ નાથલ સૂન આ બે ફિલ્મો માટે તેમને મહારાષ્ટ્ર સરકારનો સ્પેશિયલ એક્ટ્રેસ એવોર્ડ પણ મળ્યો છે. આ ઉપરાંત ૨૦૧૯ માં અખિલ ભારતીય મરાઠી નાટ્ય પરિષદ દ્વારા લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. તેમનાં મૃત્યુની ખબર આવતા જ મરાઠીજગત સહિત કલાજગતની હસ્તીઓએ દિલગીરી વ્યક્ત કરી છે.ss1
