હોરર કોમેડી નઈ નવેલીમાં ક્રિતીની જગ્યાએ યામી ગોઠવાઈ
બે મહિના પછી શૂટિંગ શરુ કરાશે
અભિનેત્રી ક્રિતી સેનનની ‘તેરે ઈશ્ક મેં’ ફિલ્મ ટૂંક સમયમાં રીલિઝ થશે અને હાલ તે ‘કોકટેલ ટુ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે
મુંબઈ,ક્રિતી સેનને આનંદ એલ રાયની હોરર કોમેડી ફિલ્મ ‘નઈ નવેલી’ છોડી દીધી છે. હવે તેની જગ્યાએ યામી ગૌતમ આ ફિલ્મની મુખ્ય હિરોઈન તરીકે ગોઠવાઈ ગઈ હોવાનું કહેવાય છે. ફિલ્મના ડાયરેક્ટર તથા અન્ય કલાકારો વિશે હજુ જાહેરાત થઈ નથી. હાલ આ ફિલ્મ પ્રિ પ્રોડક્શનના તબક્કે હોવાનું કહેવાય છે અને તેનું શૂટિંગ આગામી ડિસેમ્બરથી શરુ થઈ શકે છે.
છેલ્લા કેટલાય સમયથી ચર્ચા હતી કે આનંદ એલ રાય તેમની હાલની ફેવરિટ હિરોઈન ક્રિતી સેનન સાથે ‘નઈ નવેલી’માં ફરી કોલબરેશન કરવાના છે. ક્રિતી સેનન આનંદ એલ રાયની ‘તેરે ઈશ્ક મેં’ પણ કામ કરી રહી છે. શરુઆતમાં એવી ચર્ચા પણ હતી કે આ ફિલ્મમાં ક્રિતી મુખ્ય ભૂમિકામાં હશે અને તેની સાથે યામી ગૌતમ સ્ક્રીન શેર કરવાની છે.
જોકે, હવે એક દાવા અનુસાર ક્રિતીએ તારીખોના કારણે આ ફિલ્મ છોડી દીધી છે. આથી ફિલ્મમાં હવે માત્ર યામી ગૌતમ જ મુખ્ય હિરોઈન તરીકે રહેશે. ક્રિતી સેનન ની ‘તેરે ઈશ્ક મેં’ ટૂંક સમયમાં રીલિઝ થશે અને હાલ તે ‘કોકટેલ ટુ’નાં શૂટિંગમાં વ્યસ્ત છે. ss1
