પાઇન લેબ્સ લિમિટેડનો ઇક્વિટી શેર્સનો IPO 7 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે
અમદાવાદ, પાઇન લેબ્સ લિમિટેડે ઇક્વિટી શેર્સનો તેના આઈપીઓ સંદર્ભે બિડ/ઓફર (“Offer”) શુક્રવાર, 7 નવેમ્બર, 2025ના રોજ ખોલશે તેવી તેણે જાહેરાત કરી છે.
ઓફરમાં રૂ. 20,800 મિલિયન સુધીના મૂલ્યના કંપનીના ઇક્વિટી શેર્સના તેટલી જ સંખ્યામાં ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ (the “Fresh Issue”) અને કંપનીના કેટલાક વર્તમાન શેરધારકો દ્વારા 8,23,48,779 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફર(the “Offer for Sale”) નો સમાવેશ થાય છે. વેચાણકર્તા શેરધારકોની સંપૂર્ણ યાદી જોવા માટે કૃપા કરીને નવી દિલ્હી ખાતે દિલ્હી અને હરિયાણાની રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ (“RHP”)માં 31 ઓક્ટોબર, 2025ના રોજ ફાઇલ કરેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સના પેજ 610 વાંચવા વિનંતી.
એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડીંગ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 21નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. કંપની ઇશ્યૂ દ્વારા મળનારી ચોખ્ખી આવકનો ઉપયોગ કંપની દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઉધારની સંપૂર્ણ અથવા આંશિક ચુકવણી / પૂર્વચુકવણી માટે કરવા, ભારતની બહાર તેની હાજરી વિસ્તારવા માટે તેની કેટલીક પેટાકંપનીઓ
જેમ કે Qwikcilver Singapore, પાઈન પેમેન્ટ સોલ્યુશન્સ, મલેશિયા અને પાઈન લેબ્સ યુએઈમાં રોકાણ કરવા, આઈટી એસેટ્સમાં રોકાણ કરવા, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે ખર્ચ કરવા, ડિજિટલ ચેક-આઉટ પોઈન્ટની ખરીદી અને ટેકનોલોજી વિકાસ માટેની પહેલ આદરવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ તથા ઇનઓર્ગેનિક હસ્તાંતરણો કરવા માટેની દરખાસ્ત કરે છે (the “Objects of the Offer”).
એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર ગુરૂવાર, 6 નવેમ્બર, 2025ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર શુક્રવાર, 7 નવેમ્બર, 2025ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને ગુરૂવાર, 11 નવેમ્બર, 2025ના રોજ બંધ થશે.
ઇક્વિટી શેર દીઠ રૂ. 210થી રૂ. 211નો પ્રાઇઝ બેન્ડ ફિક્સ કરવામાં આવ્યો છે. બિડ્સ લઘુતમ 67 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 67 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે. ઇક્વિટી શેર્સ આરએચપી દ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે.
આરએચપી દ્વારા ઓફર કરવામાં આવનારા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા લિમિટેડ (“NSE”) પર લિસ્ટિંગ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે એનએસઈ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ રહેશે. એક્સિસ કેપિટલ લિમિટેડ, મોર્ગન સ્ટેનલી ઇન્ડિયા કંપની પ્રાઇવેટ લિમિટેડ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે પી મોર્ગન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને જેફરીઝ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર (the “BRLMs”) છે.
અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે. આ ઓફર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (Issue of Capital and Disclosure Requirements) નિયમનો, 2018ના 31 સાથે વાંચતા તથા સુધારાયેલા (“SEBI ICDR Regulations”) સાથે 1957ના સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957ના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે.
ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6 (2) ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી છે જેમાં નેટ ઓફરના કમસે કમ 75 ટકા ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”, and such portion, the “QIB Portion”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે બુક રનિંગ લીડ મેનેજર્સ સાથેની ચર્ચા બાદ કંપની ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો સેબી આઈસીડીઆર નિયમનો મુજબ વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (“Anchor Investor Portion”)ને ફાળવી શકે છે, જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં આવશે,
જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી ઇક્વિટી શેર્સની જે કિંમતે એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર્સ (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાયના) ક્યુઆઈબી પોર્શનમાં (“Net QIB Portion”) ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનનો 5 ટકા હિસ્સો માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
જો નેટ ઓફરનો કમસે કમ 75 ટકા હિસ્સો ક્યુઆઈબીને ફાળવી ન શકાય તો બિડની સમગ્ર રકમ (આરએચપીમાં જણાવ્યા મુજબ) રિફંડ કરવામાં આવશે. જોકે જો મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે રહેલા બાકીના ઇક્વિટી શેર્સને ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે.
આ ઉપરાંત નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ (“NIBs”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે પૈકી (એ) એક-તૃત્યાંશ હિસ્સો રૂ. 2,00,000થી વધુ અને રૂ. 10,00,000 સુધીની એપ્લિકેશન સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સ માટે અનામત રખાશે અને (બી) બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 10,00,000થી વધુની એપ્લિકેશન સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રખાશે,
એ શરતે કે આ બંને સબ-કેટેગરીઝ પૈકીની ગમે તેમાં સબ્સ્ક્રાઇબ ન થયેલા હિસ્સાને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સની અન્ય સબ-કેટેગરીમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે, એ શરતે કે ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય અને સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નેટ ઓફરનો મહત્તમ 10 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સ (“RIB”) ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે.
આ ઉપરાંત એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં અરજી કરી રહેલા લાયક કર્મચારીઓને પ્રમાણસર ધોરણે ઇક્વિટી શેર ફાળવવામાં આવશે, એ શરતે કે તેમના તરફથી ઓફર પ્રાઇઝ કે તેનાથી વધુની કિંમતે માન્ય બિડ્સ પ્રાપ્ત થઈ હોય (નેટ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ, જો હોય તો). તમામ બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે
તથા તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો (યુપીઆઈ મિકેનિઝમનો ઉપયોગ કરી રહેલા યુપીઆઈ બિડર્સ માટે યુપીઆઈ આઈડી સહિત (આરએચપીમાં જણાવ્યા મુજબ)) પૂરી પાડવાની રહેશે જેમાં ઓફરમાં ભાગ લેવા માટે યુપીઆઈ મિકેનિઝમ હેઠળ અથવા એસસીએસબી દ્વારા બિડની સંબંધિત રકમ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી ઓફરના એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે આરએચપીમાં પેજ 523થી શરૂ થતી “Offer Procedure” વાંચો.
