કુલીન લાલભાઇ અરવિંદ સ્માર્ટસ્પેસીસના ચેરમેન બન્યા
અમદાવાદ, ભારતની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપનીઓ પૈકીની એક અરવિંદ સ્માર્ટસ્પેસીસ લિમિટેડે (એએસએલ) આજે જાહેરાત કરી હતી કે શ્રી સંજય લાલભાઈ 3 નવેમ્બર, 2025થી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંથી રાજીનામું આપશે. બોર્ડે શ્રી કુલીન લાલભાઈની કંપનીના ચેરમેન તરીકે નિયુક્તિને પણ મંજૂરી આપી છે.

શ્રી સંજય લાલભાઈએ શરૂઆતથી જ એએસએલની વ્યૂહાત્મક દિશાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે અને તેના વિકાસમાં યોગદાન આપ્યું છે. તેમના પ્રયાસોથી કંપનીએ રિયલ એસ્ટેટ સેક્ટરમાં એક વિશ્વસનીય નામ તરીકે પ્રતિષ્ઠા હાંસલ કરી છે. એએસએલના મજબૂત પાયા અને મૂલ્યોની સ્થાપનામાં તેમનું વિઝન અને લીડરશિપ ચાવીરૂપ રહ્યા છે.
આ જાહેરાત અંગે સંજય લાલભાઈએ જણાવ્યું હતું કે અરવિંદ સ્માર્ટસ્પેસીસના બોર્ડમાં કામગીરી કરવી અને પ્રારંભથી એક વિશ્વસનીય રિયલ એસ્ટેટ બ્રાન્ડ બનવા સુધીની તેની સફરને નિહાળવી એ મારા માટે સન્માનની બાબત રહી છે. હું અમારી ટીમનો તેમની પ્રતિબદ્ધતા બદલ તથા પોતાના અદ્વિતીય સમર્થન માટે અમારા ગ્રાહકો તથા હિતધારકોનો આભાર માનું છું.

કંપનીના ઉત્તરાધિકારી નીમવાની યોજનાના ભાગરૂપે તથા નેતૃત્વ જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવા માટે મેં કંપનીના ચેરમેન તથા નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના પદેથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. અમે ભવિષ્ય માટે સારી સ્થિતિમાં છીએ અને મને વિશ્વાસ છે કે કુલીન તથા મેનેજમેન્ટ ટીમ સૌના માટે વધુ ટકાઉ તથા લાંબા ગાળાનું મૂલ્ય ઊભું કરવાનું ચાલુ રાખશે.
આ પરિવર્તન પછી શ્રી કુલીન લાલભાઈ, જેઓ હાલમાં વાઇસ ચેરમેન તરીકે સેવા આપી રહ્યા છે, તેઓ કંપનીના ચેરમેનની ભૂમિકા સંભાળશે. વ્યવસાયની ઊંડી સમજ અને પુરવાર થયેલી નેતૃત્વ ક્ષમતાઓ સાથે, શ્રી કુલીન લાલભાઈ એએસએલને તેના વિકાસ અને નવીનતાના આગામી તબક્કામાં લઈ જવા માટે યોગ્ય સ્થિતિમાં છે.
અરવિંદ સ્માર્ટસ્પેસીસના ચેરમેન કુલીન લાલભાઈએ જણાવ્યું હતું કે અરવિંદ સ્માર્ટસ્પેસીસમાં અમે જે કંઈ હાંસલ કર્યું છે તે પાછળ પ્રેરણારૂપ બનવા બદલ હું મારા પિતાનો આભાર માનું છું. તેમના વિઝન અને માર્ગદર્શનને કારણે જ અમે રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં સૌથી ઝડપથી વિકસતી કંપનીઓમાંની એક બન્યા છીએ. જેમ જેમ અમે વિકાસના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ, હું આ મજબૂત પાયા પર નિર્માણ કરવા અને હેતુ તથા મહત્વાકાંક્ષા સાથે કંપનીને આગળ લઈ જવા માટે શ્રી કમલ સિંગલ, શ્રી પ્રિયાંશ કપૂર અને સમગ્ર ટીમ સાથે કામ કરવા આતુર છું.
About Arvind SmartSpaces:
Built on ~120 years old legacy of the Lalbhai Group, and established in year 2008, Arvind SmartSpaces is India’s leading real estate development Company headquartered in Ahmedabad. With approximately 108 million square feet of real estate development across the country, the company is focused on delivering real estate solutions that add value to the lives of its customers and is fast emerging as a leading corporate real estate player in the country. The company has real estate developments across Ahmedabad, Gandhinagar, Bengaluru, MMR and Pune. Backed by the strong brand name of the Arvind Group and the credibility achieved through already delivered projects, the company has plans to continue the strong growth momentum and deliver value to all stakeholders.
