Western Times News

Gujarati News

વિશ્વ સાયકલ બાઇસિકલ ડે નિમિત્તે સ્વાક મુખ્યાલયમાં સાયકલ અભિયાનનું આયોજન થયું

અમદાવાદ,  એમઆઇએએફ અર્જુન સિંહ ડીએફસીની જન્મ શતાબ્દી અને ‘વર્લ્ડ બાઇસિકલ ડે’ની ઉજવણી કરવા સ્વાકનાં હેડક્વાર્ટરે 03 જૂન, 2019નાં રોજ સાઇકલિંગ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. એમઆઇએએફ અર્જુન સિંહ ઉત્સાહી રમતવીર હતા અને લગભગ આઠ દાયકાની પોતાની ઉત્કૃષ્ટ કારકિર્દીમાં સશસ્ત્ર દળોનાં કર્મચારીઓ વચ્ચે રમતગમતને પ્રોત્સાહન આપવામાં અગ્રેસર હતા.

કાર્યક્રમનો ઉદ્દેશ સાયકલને પરિવહનનાં વાજબી અને પર્યાવરણને અનુકૂળ માધ્યમ તરીકે પ્રોત્સાહન આપવાનો હતો, જેનાથી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પણ વધે છે તથા સમાજમાં સાયકલ ચવાવવાની સંસ્કૃતિનો વિકાસ પણ થાય છે. ગાંધીનગરમાં સ્વાક મુખ્યલયનાં 50થી વધુ કર્મચારીઓની ટીમે 21 કિલોમીટર જેટલું સાઇકલિંગ કર્યું હતું.

એર માર્શલ એચ. એસ. અરોરા, એવીએસએમ એડીસી, એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગરે વાયુ શક્તિ નગરમાં સાઇકલિંગ ટીમને લીલી ઝંડી આપી હતી. તેમણે સાઇકલિંગની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, એમાં આનંદ મળે છે, સ્વાસ્થ્યમાં સુધારો થાય છે અને સાયકલ સંપૂર્ણપણે પરિવહનનું એક માધ્યમ છે. વળી આ પર્યાવરણ માટે આશીર્વાદરૂપ પણ છે. એર માર્શલે સાઇકલિંગનાં વિવિધ ફાયદા પર ભાર મૂક્યો હતો, તેમણે સાયકલને સરળ, વાજબી, વિશ્વસનિય, સ્વચ્છ અને પર્યાવરણની દ્રષ્ટિએ આબોહવાને અનુકૂળ દર્શાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.