Western Times News

Gujarati News

જામનગરમાં લેઉઆ પટેલ સમાજ સંચાલિત પાર્ટી પ્લોટ ખાતેથી સરદાર એકતા યાત્રાનું આયોજન

જામનગરમાં લેઉવા પટેલ સમાજનો ત્રિવિધ સમારોહ યોજાયો-સરદાર એકતા રેલી લોકાર્પણ અને સ્નેહ મિલનનું આયોજન કરાયું

જામનગર, જામનગરમાં લેઉઆ પટેલ સમાજ દ્વારા લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧પ૦મી જન્મ જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સરદાર એકતા રેલી સહિત ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જેમાં નવનિર્મિત બેન્કવેટ હોલ અને વિંગ સહિતા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઉજવણીના ભાગરૂપે સૌપ્રથમ લેઉઆ પટેલ સમાજ સંચાલિત સેટેલાઈટ પાર્ટી પ્લોટ ખાતેથી સરદાર એકતા યાત્રાનું આયોજન કરાયું હતું.

આ યાત્રા રણજીતસાગર રોડ, પવનચર્કીક, સુમેર કલબ રોડ થઈને રણજીતનગર પટેલ સમાજ ખાતે પૂર્ણ થઈ હતી ત્યાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરવામાં આવ્યા હતા.

બાદમાં સમાજ ભવન ખાતે સરદાર પટેલના છ ફૂટ ઉંચા વિશાળ પાટ્રેટનું અનાવરણ પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા અને અગ્રણીઓ દ્વારા વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. બાદમાં સમાજ ભવન ખાતે તૈયાર કરવામાં આવેલ નવ નિર્મિત બેન્કવેટ હોલનું લોકાર્પણ દાતા લાભુબેન ગંગદાસભાઈ કાછડીયા અને વિંગનું લોકાર્પણ વનીતાબેન રાજુભાઈ કોઠીયા દ્વારા પરિવારજનો અને અગ્રણીઓની ઉપસ્થીતિમાં કરવામાં આવ્યું હતું.

આ સાથે યોજાયેલ સ્નેહમિલનમાં પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, દિવ્યેશભાઈ અકબરી, પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ, પૂર્વ સાંસદ ચંદ્રેશભાઈ પટેલ, લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ.વિનોદભાઈ ભંડેરી, પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા કોગ્રેસ પ્રમુખ મનોજભાઈ કથિરિયા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડૉ.વસોથા, મહિલા અગ્રણી સાવિત્રીબેન ગલાણી સહિત અગ્રણીઓ દ્વારા જ્ઞાતિજનોને નૂતન વર્ષની શુભકામના પાઠવી હતી તથા સરદાર સાહેબના કાર્યોને યાદ કરી રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના માર્ગે ચાલવા અનુરોધ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાંં જિલ્લા ખરીદ વેચાણ સંઘના છગનભાઈ વિરાણી, જેસી વિરાણી, જિલ્લા સરકારી વકીલ જમનભાઈ ભંડેરી તથા જ્ઞાતિના મંત્રી અશોકભાઈ પટેલ, ઉપપ્રમુખ કૈલાશભાઈ રામોલિયા, મનસુખભાઈ ભંડેરી, સહમંત્રી રમેશભાઈ વેકરિયા, ખજાનચી કિશોરભાઈ સંઘાણી, ખોડલધામના કન્વીનર મયુરભાઈ મુંગરા સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.