પોટલું બાંધેલી હાલતમાં યુવકની લાશ નાંખી પણ પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં આરાપીએ વટાણા વેરી દીધા
AI Image
અમરેલીઃ ખેતલા આપા ટી-સ્ટોલ નામની દુકાન ખાતેથી ચાર્જીંગ કરવાનું કહી પોતાનું મોટરસાયકલ લઈને કયાંક જતા રહી ગૂમ થયા -રપ દિવસ પહેલાં ગુમ થયેલા વ્યક્તિની લાશ મળી-શકમંદને પકડી પૂછપરછ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો
અમરેલી, રાજુલા ગામે આશરે રપ દિવસ પહેલાં એક આધેડ ગુમ થયાનું રાજુલા પોલીસમાં જાહેર થતાં પોલીસે આધેડની શોધખોળ આદરી હતી ત્યારે એક ઈસમ ઉપર શંકા જતા તેમની આગવી ઢબે પોલીસે પૂછપરછ કરતાં આરાપીએ વટાણા વેરી દઈ
અને આ યુવકની હત્યા કર્યાની કબૂલાત આપતા આરોપીએ બતાવેલી જગ્યાએથી પોટલું બાંધેલી હાલતમાં લાશ મળી આવી હતી જેને બહાર કાઢી ફોરેÂન્સક પોસ્ટમોર્ટમ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. રાજુલા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજુલા જૂના કડીયાળી રોડ, રેલવે ક્રોસિંગ પહેલાં સુરેશભાઈ કરશનભાઈ સભાડીયા નામના ૪ર વર્ષના આધેડ ગત તા.૮-૧૦ના સાંજના પોણા સાતેક વાગ્યાની આસપાસ જાફરાબાદ રોડ ઉપર આવેલી ખેતલા આપા ટી-સ્ટોલ નામની દુકાન ખાતેથી ચાર્જીંગ કરવાનું કહી પોતાનું મોટરસાયકલ લઈને કયાંક જતા રહી ગૂમ થયા અંગે રાજુલા પોલીસમાં તેમના નાના ભાઈ દ્વારા જાહેર કરાયું હતું. પોલીસને એક લાશ મળી આવતા પોલીસને આ લાશ સુરેશભાઈ કરશનભાઈ સંભાડીયા હોવાની આશંકા જતા તપાસ હાથ ધરી છે.
આ બનાવમાં જાણવા મળતી વિગત મુજબ અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાંથી ગુમ થયેલ વ્યક્તિની શોધખોળ દરમિયાન પોલીસને ખાંભા તાલુકાના ખડાધાર ગામના વતની અને હાલ રાજુલા ગામે રહેતા રાજદીપ મબજુતસિંહ રાઠોડ નામના ઈસમ ઉપર શંકા જતા તેમની આગવીઢબે પૂછપરછ કરી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું હતું કે, સુરેશભાઈ કરશનભાઈ સભાડિયાને આરોપીના પત્ની સાથે આડા સંબંધ હોવાથી જે વાતનું મનદુઃખ રાખી આરોપીએ સુરેશ સભાડિયાના ઘરે જઈ તેમની સાથે માથાકૂટ કરી સુરેશ સભાડીયાનું ગળું દબાવી હત્યા કરી નાંખી હતી
અને બાદમાં તેમની લાશને એક બ્લેન્કેટમાં બાંધી ગાંસડીવાળી એક મોટર સાયકલમાં બાંધી ખાંભા તાલુકાના ચતુરી ગામના પાટીયાથી પીપળવા ગામ તરફ જવાના રોડેથી દૂર અવાવરું જગ્યામાં ખાડામાં નાંખી દઈ પુરાવાનો નાશ કર્યાની કબૂલાત કરી આપી હતી.
