અમેરિકામાં અમદાવાદની જેમ ઉડતાની સાથે જ વિમાન ક્રેશ
સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે કાળો ધુમાડો જોવા મળી રહ્યો હતો
આગનો ગોળો બની મકાનો પર પડતાં ૩ના મોત
વાશિગ્ટન,અમેરિકાના કેન્ટીકમાં લુઇસવિલે મોહમ્મદ અલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી મંગળવારે (૪ નવેમ્બર) સાંજે ૫ વાગ્યે ટેકઆૅફ કર્યા પછી તરત જ એક UPS કાર્ગાે પ્લેન ક્રેશ થયું હતું, જેના કારણે આસપાસના વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ અકસ્માતમાં અનેક ઘર બળીને ખાખ થઈ ગયા છે. આ ઘટના બાદ અધિકારીઓએ એરપોર્ટ બંધ કરી દીધું હતું અને નજીકના રહેવાસીઓને શેલ્ટર-ઇન-પ્લેસનો આદેશ આપ્યો છે.
અકસ્માતમાં ત્રણ લોકોના મોત અને ૧૧થી વધુ ઈજાગ્રસ્તની માહિતી સામે આવી છે. જોકે, અધિકારીઓનું કહેવું છે કે, આ આંકડો હજુ વધી શકે છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, UPS ફ્લાઇટ ૨૯૭૬ જે એક મેકડૉનેલ ડગલસ એમડી-૧૧એફ વિમાન હતું અને હોનોલુલુ માટે રવાના થયું હતું. સ્થાનિક સમયાનુસાર સાંજે ૫ઃ૧૫ ઉડાન ભર્યાની થોડી જ મિનિટ બાદ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ એરપોર્ટ યુપીએસ વર્લ્ડપોર્ટનું ઘર છે, જે કંપનીના એર કાર્ગાે સંચાલનનું વૈશ્વિક સેન્ટર અને દુનિયાનું સૌથી મોટું પેકેજ હેન્ડલિંગ સુવિધા કેન્દ્ર છે.
#BREAKING: UPS MD-11 CARGO PLANE CRASHES INTO BUILDINGS NEAR LOUISVILLE AIRPORT
A UPS Airlines McDonnell Douglas MD-11 (N259UP), operating Flight 2976 to Honolulu, crashed shortly after takeoff from Louisville Muhammad Ali International Airport around 5:15 p.m. ET. The jet,… pic.twitter.com/Y5cWjNZvfG
— Turbine Traveller (@Turbinetraveler) November 5, 2025
કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે જણાવ્યું હતું કે, લુઇસવિલેમાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા છે અને ૧૧ ઈજાગ્રસ્ત થયા છે. તેમણે ચેતવણી આપી હતી કે બચાવ પ્રયાસો હજુ પણ ચાલુ હોવાથી મૃત્યુઆંક વધી શકે છે.લુઇસવિલેના મેયર ક્રેગ ગ્રીનબર્ગે જણાવ્યું હતું કે, વિમાનમાં મોટી માત્રામાં જેટ ઇંધણ હોવાને કારણે આગ લાગી હતી. ગ્રીનબર્ગે એક મીડિયાને જણાવ્યું હતું કે, ‘હું સમજું છું કે વિમાનમાં આશરે ૨૮૦,૦૦૦ ગેલન ઇંધણ હતું. જે અનેક પ્રકારે ચિંતાનું એક ગંભીર કારણ છે.’
સોશિયલ મીડિયા પર અકસ્માતના ઘણા વીડિયો વાઈરલ થઈ રહ્યા છે, જેમાં એરપોર્ટની દક્ષિણે ફર્ન વેલી અને ગ્રેડ લેન પાસે કાળો ધુમાડો જોવા મળી રહ્યો હતો. ઇમરજન્સી સર્વિસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને બચાવ કામગીરીમાં જોડાઈ ગઈ છે. કેન્ટકીના ગવર્નર એન્ડી બેશિયરે ઘટના વિશે માહિતી આપતાં X પર જણાવ્યું હતું કે, ‘કેન્ટકી, અમને લુઇસવિલે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ નજીક વિમાન દુર્ઘટનાના અહેવાલો મળ્યા છે. બચાવ ટીમો પહેલાથી જ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અમે માહિતી ઉપલબ્ધ થતાંની સાથે જ શેર કરવામાં આવશે. કૃપા કરીને પાઇલટ્સ, ક્‰ અને અસરગ્રસ્ત દરેક વ્યક્તિ માટે પ્રાર્થના કરો.
અમે ટૂંક સમયમાં વધુ માહિતી શેર કરીશું.’સ્થાનિક મીડિયાએ એરપોર્ટ અધિકારીઓ અને પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં યુપીએસ એરલાઇન્સનું કાર્ગાે વિમાન સામેલ હતું, જે એરપોર્ટ પરિસરમાં કંપનીના વિશાળ લોજિસ્ટિક્સ સેન્ટરમાંથી કાર્યરત અનેક વિમાનોમાંથી એક હતું. ફ્લાઇટ રડાર ૨૪ ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે, N259UP તરીકે નોંધાયેલ વિમાન – લુઇસવિલેથી સાંજે ૫ઃ૧૦ વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થતાં પહેલાં થોડા સમય માટે ઉડાન ભરી હતી.ફ્લાઇટ રડાર ૨૪ ના ફ્લાઇટ-ટ્રેકિંગ ડેટા દર્શાવે છે કે ફ્લાઇટ (નોંધાયેલ N259UP ) લુઇસવિલેથી સાંજે ૫ઃ૧૦ વાગ્યે ઉડાન ભરી હતી અને રડારથી ગાયબ થાય તે પહેલાં થોડી વારમાં ઉપર તરફ આગળ વધી રહી હતી. FAA અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) એ જાહેરાત કરી હતી કે તેઓ અકસ્માતના કારણની તપાસ કરશે.
