Western Times News

Gujarati News

ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર ૬.૨ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ

જાનમાલનું નુકસાન ટળ્યું

સપ્ટેમ્બર ૨૦૧૮ માં, સુલાવેસીમાં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ અને સુનામી આવ્યો, જેના કારણે ભારે વિનાશ થયો અને હજારો લોકોના મોત નિપજ્યા હતા

નવી દિલ્હી, ઇન્ડોનિશિયાના સુલાવેસી દરિયા કાંઠે બુધવારે (૫ નવેમ્બર) વહેલી સવારે ૬.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ જોરદાર ભૂકંપ વિશે દેશના ભૂસ્તરશાસ્ત્રી એજન્સી દ્વારા માહિતી આપવામાં આવી છે. એજન્સીના જણાવ્યા અનુસાર, ઇન્ડોનિશિયાના સુલાવેસી તટ પર બુધવારે વહેલી સવારે ૬.૨ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

જોકે, આ ભૂકંપની કોઈ સુનામીનું જોખમ નથી. મળતી માહિતી મુજબ, ભૂકંપનું કેન્દ્ર સુલાવેસી ટાપુના કિનારે સમુદ્રમાં હતું અને તેની ઊંડાઈ હજુ સુધી સ્પષ્ટ થઈ નથી. જોકે, પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભૂકંપનો આંચકો હળવો અનુભવાયો હતો, પરંતુ કોઈ મોટું નુકસાન કે જાનમાલનું નુકસાન થયું નથી. તેથી તંત્ર દ્વારા સ્થાનિક રહેવાસીઓને સતર્ક રહેવા વિનંતી કરી છે.ઇન્ડોનેશિયા (‘રિંગ આૅફ ફાયર’ તરીકે ઓળખાતા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિના ક્ષેત્રમાં સ્થિત) વારંવાર ભૂકંપથી પ્રભાવિત થાય છે.

સપ્ટેમ્બર ૨૦૧૮ માં, સુલાવેસીમાં ૭.૫ ની તીવ્રતાનો ભૂકંપ અને સુનામી આવ્યો, જેના કારણે ભારે વિનાશ થયો અને હજારો લોકોના મોત નિપજ્યા હતા. એજન્સીએ અધિકારીઓને કહ્યું કે, તે ભૂકંપના કેન્દ્ર અને તેના પ્રભાવ પર નજર રાખી રહ્યા છે. સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મિલકતના નુકસાનની પુષ્ટિ થઈ નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.