Western Times News

Gujarati News

ભારતી આશ્રમના મહંત સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા

પ્રેમભાવ એક કરવામાં કશો વાંધો ન હોવાની વાત વાયરલ થતાં વિવાદ

ભારતી આશ્રમના મહંત ૨ નવેમ્બરના વહેલી સવારના ૩.૪૭ વાગ્યે ૫ પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા

ભવનાથના લાપત્તા મહંત અને સેવકની કથિત વાંધાજનક ઓડિયો, ચેટ વાયરલ

જૂનાગઢ, જુનાગઢ ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના મહંત મહાદેવ ભારતીની એક સેવક સાથેની કથિત ચેટ તથા ઓડિયો વાયરલ થતા ચકચાર મચી છે. એક તરફ લાપતા મહંતની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ વાંધાજનક કહી શકાય એવી ઓડિયો તથા ચેટથી નવો વિવાદ છેડાયો છે.જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના લઘુમહંત ૧૦૦૮ મહામંડલેશ્વર મહાદેવભારતીજી ૨ નવેમ્બરના વહેલી સવારના ૩.૪૭ વાગ્યે ૫ પાનાંની સુસાઇડ નોટ લખી આશ્રમમાંથી ગુમ થયા છે.

આશ્રમ સંચાલકોએ મહાદેવભારતી ગુમ થયાની ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાણ કરી છે. આ સમગ્ર મામલાને લઈ ભવનાથ પોલીસ તેમજ જૂનાગઢ પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા મહાદેવભારતી બાપુની શોધખોળ શરૂ કરવામાં આવી છે.મહાદેવભારતીની મળી આવેલી સુસાઈડ નોટમાં જે લોકોના નામોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેઓ અને આશ્રમમાં રહેતા અન્ય લોકોની ભવનાથ પોલીસ દ્વારા પૂછપરછ શરૂ કરવામાં આવી છે. મહાદેવભારતીના ગુમ થયાના કલાકો બાદ પણ કોઈ પત્તો ન લાગતા પોલીસે તપાસ તેજ કરી છે.

દરમિયાન આજે સોશિયલ મીડિયા પર મહાદેવ ભારતીની એક સેવક સાથેની વ્હોટસઅપ સ્ટેટસ સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. જેમાં બાપુ સેવકને દીકુ કહીને તેમજ પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરતા હોવાનું લખવામાં આવ્યું છે. આ ઉપરાંત ફોનની કથિત ઓડિયો પણ વાયરલ થઈ છે. જેમાં બાપુ સેવકને પ્રેમ ભાવ વ્યક્ત કરવા માટેનો આગ્રહ કરતાં હોવાનો અને તેમાં કશો જ વાંધો ન હોવાનું સંભળાય છે. આ ચેટના સ્ક્રીનશોટ અને કથિત ઓડિયો ઓથેન્ટિક છે કે કેમ તપાસનો વિષય છે પરંતુ હાલ જેના કારણે નવા વિવાદ સામે આવ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.