Western Times News

Gujarati News

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર સ્વર્ગસ્થ સિદ્ધાર્થને યાદ કરી રડી પડી શહનાઝ ગીલ

વીડિયો જોઈ ચાહકો થયા ભાવુક

શહેનાઝ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર તેની પંજાબી ફિલ્મ “ઇક્ક કુડી” ના પ્રમોશન માટે આવી હતી

મુંબઈ, બિગ બોસ ૧૩ માં દર્શકોના દિલ જીતી લેનાર શહેનાઝ ગિલ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર ભાવુક થઇ હતી. એક સ્પર્ધકના ઇમોશનલ પરફોર્મસએ સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લાની યાદો તાજી કરી દીધી, જેનાથી અભિનેત્રી આખોમાં આસુ આવી ગયા હતા.બિગ બોસ ૧૩ માં પોતાના મજાકિયા અને અનોખા અંદાજથી ઘર-ઘરમાં જાણીતી બનેલી શહેનાઝ ગિલ હવે ફિલ્મો દ્વારા ચાહકોના દિલ જીતી રહી છે.

બિગ બોસની એક ખાસ વાત સ્વર્ગસ્થ સિદ્ધાર્થ શુક્લા સાથેના તેના સંબંધો હતા, જેના કારણે ડેટિંગની અફવાઓ ફેલાઈ હતી. શહેનાઝ તાજેતરમાં ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ પર તેની પંજાબી ફિલ્મ “ઇક્ક કુડી” ના પ્રમોશન માટે આવી હતી, જ્યાં એક સ્પર્ધકના અભિનયથી તેણીને સિદ્ધાર્થની યાદ આવી ગઈ અને તેણી રડી પડી હતી.તાજેતરમાં “ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ” ના એક ટીઝરમાં શહેનાઝ ગિલ રડતી જોવા મળી. જ્યારે એક સ્પર્ધકે ફિલ્મ “બોડીગાર્ડ” નું “તેરી મેરી” ગીત રજૂ કર્યું, ત્યારે તેણીને સિદ્ધાર્થ શુક્લા યાદ આવી.

સિદ્ધાર્થનું ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ ના ૪૦ વર્ષની ઉંમરે હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું. તેના દુઃખદ અવસાન પછી શહેનાઝ ઘણીવાર તેના વિશે વાત કરવાનું ટાળતી રહી છે. જોકે તેણે એક વખત ફરાહ ખાન સાથે યુટ્યુબ પર વાતચીતમાં તેમના સંબંધોની ચર્ચા કરી હતી, જ્યાં તેણે સ્વીકાર્યું હતું કે તે સિદ્ધાર્થને લઇ ઘણી પઝેસિવ હતી.

ફરાહ ખાન સાથેની વાતચીતમાં શહેનાઝે સિદ્ધાર્થ પ્રત્યે પોતાની લાગણીઓ વ્યક્ત કરી. તેણીએ પોતાને એક પઝેસિવ વ્યક્તિ તરીકે વર્ણવી અને કહ્યું કે તે તેના વિશે ખૂબ જ પઝેસિવ હતી.બિગ બોસ ૧૩ માં તેમની કેમિસ્ટ્રીએ ચાહકોને આ કપલને સિડનાઝનું ટૈગ આપ્યુ હતું. એ સીજનનો સૌથી ચર્ચિત હિસ્સો તેમનો સંબંધ હતો. જોકે તેમણે ક્યારેય તેમના સંબંધોનું સ્ટેટસ જાહેર કર્યું નહીં, પરંતુ દર્શકો તેમના બંધનથી ખૂબ પ્રભાવિત થયા હતા.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.