Western Times News

Gujarati News

ગુજરાતી યુવકોને ઉંચા પગારની લાલચે ગેરકાયદે મ્યાનમાર લઈ જતી ગેંગ ઝડપાઈ

પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ

સલૂન, સ્પા, કેસિનોની કોમેન્ટમાં પૈસાદાર લોકોની સ્ટડી કરીને તેમને ટાર્ગેટ કરતા હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા.

(એજન્સી)ગાંધીનગર,ગુજરાતી અને ભારતીયોને થાઈલેન્ડના માર્ગે ગેરકાયદેસર મ્યાનમાર લઈ જઈ સાયબર સ્લેવરી કરાવતી એક ગેંગનો પર્દાફાશ ગુજરાત સાયબર સેન્ટર ફોર એક્સેલેન્સ દ્વારા કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે પોરબંદરના હિતેશ સોમૈયા નામના આરોપીની ધરપકડ કરી છે. આરોપી દોઢ વર્ષ બાદ ભારત આવ્યો હોવાનું જણાય છે.

સાયબર ક્રાઇમ સેલના એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, ભારતીયોને થાઇલેન્ડમાં લઈ જવામાં આવતા હતા, ત્યાંથી ગેરકાયદેસર મોઈ નદી ક્રોસ કરાવતા હતા અને ત્યાં જઈને સાયબર ફોડના કામ કરાવતા હતા. જેમાં મ્યાનમારમાં આરોપીઓ એક ઓફિસ ચલાવીને ભારતીય લોકોને ગુલામ બનાવવામાં આવતા હતા.

એસપીએ વધુમાં જણાવ્યું કે, આરોપીએ અને અન્ય પરત આવેલા લોકોએ કહ્યું કે થાઇલેન્ડમાં ચાઇનીઝ ડ્રાઇવર લેવા જતો, આ દરમિાયન એમને નદીના રસ્તે પૂછવામાં આવતું કે નોકરી કરશો કે ભારત પરત ફરશો.

સમગ્ર રેકેટમાં અલગ-અલગ યુનિટ બનાવવામાં આવતા હતા. જેમાં ભારતીય લોકો દ્વારા એમના ટાર્ગેટ પ્રમાણે કામ કરાવવામાં આવતું હતું. હોમસેંક કંપની દ્વારા સલૂન, સ્પા, કેસિનોની કોમેન્ટમાં પૈસાદાર લોકોની સ્ટડી કરીને તેમને ટાર્ગેટ કરતા હતા. તેઓ છૈંનો ઉપયોગ કરીને વીડિયો બનાવી હતા. પછી ફેસબુક દ્વારા સંપર્ક કરીને લોકોને વિશ્વાસમાં લેતા હતા અને ક્રિપ્ટોમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવતા હતા.

આ લોકોએ પોર્ટલનું અલ્ગોરિથમ સેટ કર્યું હતું અને લોકોને છેતરપિંડી કરતા હતા. આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, ટુરિસ્ટ વિઝા પર જતાં લોકો જો ૨૧ દિવસ કે મહિનામાં પરત ન આવે તો એમનું ફોલોઅપ લેવાની સલાહ આપવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.