બિલ્ડરે એક જ પ્લોટ બે વખત વેચી નાંખી છેતરપિંડી આચરી
પ્રતિકાત્મક
બિલ્ડર્સ દ્વારા એલોટમેન્ટ લેટર તથા શેર સર્ટીફીકેટ અને પઝેશન લેટર આપ્યા હતા. તેમ છતાં બિલ્ડર્સ નીરવ દેસાઈએ કિશોરી અરવીંદકુમાર હરીયાણી સાથે છેતરપીડી કરી તેમણે વેચાણ આપેલ પ્લોટ અન્ય વ્યકિતઓને વેચાણ કરી દીધા હતા.
(એજન્સી)કલોલ, કલોલ તાલુકાના રાંચરડા ગામે બિલ્ડર દ્વારા સ્કીમ મુકી પ્લોટો પાડવામાં આવ્યા હતા. જે પ્લોટો તેમણે અગાઉ વેચ્યા હતા. ત્યારબાદ ફરીથી તેઓએ આ પ્લોટ અન્ય વ્યકિતઓને વેચાણ આપીને છેતરપીડી આચરનાર બિલ્ડર સામે ફરીયાદ નોધાવવામાં આવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કલોલ પાસેના રાંચરડા ગામે બિલ્ડર દ્વારા છેતરપીડી આચરવાનો બનાવ પોલીસે દફતરે નોધાયો છે.
ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે નીરવ દીલીપભાઈ દેસાઈ રહે. શ્રી નિવાસ બંગ્લોઝ તુલીપ ચેલેસ્ટરની બાજુમાં રાંચરડામાં એ તુલીપ ચેલેસ્ટ નામની પ્લોટીગની સ્કીમ મુકી હતી. દેસાઈ બિલ્ડરસ પ્રાઈવેટ લીમીટેડ દ્વારા પ્લોટ વેચાણ કરવામાં આવ્યા હતા. જેમાં વડોદરામાં રહેતા કિશોરી અરવીંદકુમાર હરીયાણીએ તેમાં પ્લોટ ખરીદકર્યા હતા.
તેઓએ ર૦૦૧માં પ્લોટ વેચાણ રાખ્યા હતા. જે અંગે બિલ્ડર્સ દ્વારા એલોટમેન્ટ લેટર તથા શેર સર્ટીફીકેટ અને પઝેશન લેટર આપ્યા હતા. તેમ છતાં બિલ્ડર્સ નીરવ દેસાઈએ કિશોરી અરવીંદકુમાર હરીયાણી સાથે છેતરપીડી કરી તેમણે વેચાણ આપેલ પ્લોટ અન્ય વ્યકિતઓને વેચાણ કરી દીધા હતા. જેની જાણ તેઓને થતા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવવામાં આવી હતી.
પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ ચાલવી છે. વધુ બનાવમાં બિલ્ડર્સ દ્વારા ભરત નવીનભાઈ ચાંગલાણીને પ્લોટ વેચાણ કરી એલોટમેન્ટ લેટર શેર સર્ટીફીકેટ તથા પઝેશન લેટર આપ્યા હતા. તેમ છતાં વિશ્વાસઘાત કરી અને છેતરપીડી કરી તુલીપ ચેલેસ્ટર નામની પ્લોટની સ્કીમમાં નકશામાં ફેરફાર કરી ખોટા નકશા બનાવી ફરીયાદીના પ્લોટનું માપ ઓછું દર્શાવી તે માપવા પ્લોટમાં અન્યનવા સબ પ્લોટ ઉભા કર્યા હતા.
અને બ્રોસર નકશા દ્વારા તેઓએ આ પ્લોટ અન્યને વેચાણ કરી દીધા હતા. જે અંગેની ફરીયાદ ગાંધીનગર એલ.સી.બી.એ તથા પ્રાંત અધિકારી અને સભ્ય સચીવ જીલ્લા જમીન તકેદારી સમીતી અને નિવાસી અધિક કલેકટર ગાંધીનગરમાં કરી હતી.
