Western Times News

Gujarati News

સુદાનમાં અંતિમવિધિમાં સામેલ લોકો પર અર્ધલશ્કરી દળોનો હુમલો

૪૦ લોકોના મોત

સુદાનમાં ૨૦૧૯ પછી શરુ થયેલી હિંસામાં કમ સે કમ ૪૦ હજાર માર્યા ગયા છે અને ૧.૨ કરોડ લોકો વિસ્થાપિત થયા છે

સુદાન, સુદાનના અર્ધલશ્કરી દળોએ અલ-ઓબૈદા શહેર પર અંતિમ વિધિની પ્રક્રિયા દરમિયાન કરેલા હુમલામાં કમ સે કમ ૪૦ નાગરિકો માર્યા ગયા હોવાનું કહેવાય છે. આ શહેર ઉત્તર કોર્ડાેફેન પ્રાંતની રાજધાની છે. છેલ્લા બે વર્ષથી ચાલતું યુદ્ધ તીવ્ર બનતા લગભગ આ પ્રાંતમાં બધે જ આવી સ્થિતિ છે.કોઓર્ડિનેશન ઓફ હ્યુમેનેટેરિયન અફેર્સની યુએન ઓફિસે જણાવ્યું હતું કે સોમવારના હુમલામાં ડઝનબંધ લોકોના મોત થયા હતા, પરંતુ હુમલાખોરો કોણ હતા તે જાણી શકાયું ન હતુ.

તેણે ચેતવણી આપી હતી કે સમગ્ર કોર્ડાેફન પ્રાંતમાં માનવતા જાણે મરી રહી હોય તેવી સ્થિતિ છે. લોકો ગાજરમૂળાની જેમ કપાઈ રહ્યા છે.ધ સુદાન ટ્રિબ્યુન અને અન્ય મીડિયાએ જણાવ્યું હતું કે આરએસએફે સોમવારે અલ ઓબૈદા શહેરમાં ચાલતા અંતિમ સંસ્કારને લક્ષ્યાંક બનાવીને કરેલા ડ્રોન હુમલામાં નાગરિકોના મોત થયા હતા. સુદારમાં છેલ્લા કેટલાક મહિનાથી ચાલતા યુદ્ધમાં કોર્ડાેફન અને પડોધના દારફુર પ્રાંત એપિકસેન્ટર તરીકે ઉભરી આવ્યા છે.

ગયા મહિને આરએસએફે અલ-ફાશર વિસ્તાર કબ્જે કર્યાે હતો, જે દારફુરમાં લશ્કરના કબ્જાવાળો અંતિમ મજબૂત વિસતાર હતો. આમ તેણે કોર્ડાેફેનમાં આગેકૂચ કરી છે. સુદાનમાં ૨૦૧૯ પછી શરુ થયેલી હિંસામાં કમ સે કમ ૪૦ હજાર માર્યા ગયા છે અને ૧.૨ કરોડ લોકો વિસ્થાપિત થયા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.