રેલવે ટ્રેક પાર કરતી વખતે ટ્રેનની અડફેટે ૪ શ્રદ્ધાળુના મોત
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં બધા શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવા જઈ રહ્યા હતા, તમામ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા
મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં કાર્તિક પૂર્ણિમા નિમિત્તે એક દુઃખદ અકસ્માત સર્જાયો છે. ચુનાર રેલ્વે સ્ટેશન પર ટ્રેનની ટક્કરથી ચાર યાત્રાળુઓના મોત થયા છે. અહેવાલો અનુસાર, આ યાત્રાળુઓ ચોપન-પ્રયાગરાજ પેસેન્જર ટ્રેનમાંથી પ્લેટફોર્મ નંબર ચાર પર ઉતર્યા હતા. સ્ટેશન પર મુસાફરો ઉતાવળમાં રેલવે ટ્રેક ઓળંગી રહ્યા હતા ત્યારે વિરુદ્ધ દિશામાંથી આવતી એક્સપ્રેસ ટ્રેન (કાલકા મેઇલ)ની અડફેટે આવતા ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
બધા શ્રદ્ધાળુઓ ગંગામાં પવિત્ર ડૂબકી લગાવવા જઈ રહ્યા હતા. આ ઘટનાને કારણે ચુનાર રેલ્વે સ્ટેશન પર અંધાધૂંધી મચી ગઈ હતી. સ્થળ પર રેલવે અધિકારીઓ અને પોલીસે બચાવ કામગીરી શરૂ કરી હતી. વહીવટીતંત્રે મુસાફરોને પોતાની સલામતી માટે પ્લેટફોર્મ અને ઓવરબ્રિજનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે ટક્કર એટલી ગંભીર હતી કે મૃતદેહોના ટુકડા થઈ ગયા હતા.
અકસ્માત બાદ ચીસો અને રડવાનો અવાજ સંભળાયો. ય્ઇઁ અને ઇઁહ્લની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. મૃતદેહોને કબજે લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.ss1
