વળતરની લાલચમાં આવેલા યુવકે ૨૯૬ ટ્રાન્ઝેક્શનના ૪૮.૮૧ લાખ ગુમાવ્યા
ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત જોઇને ક્લીક કર્યા બાદ યુવક ફ્રોડની જાળમાં ફસાયો
૪૮.૮૧ લાખ પરત ન મળતા યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી
અમદાવાદ, રોકાણના નામે સતત સાયબર ફ્રોડ વધી રહ્યા છે. તેવામાં શહેરમાં રહેતા એક યુવક સાથે પણ રોકાણના નામે સાયબર ફ્રોડ થયું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. યુવકે ઇન્સ્ટાગ્રામ પર દેખાયેલી જાહેરાત પર ક્લીક કરતા ઠગાઇની જાળમાં તે ફસાઇ ગયો હતો. યુવકને ટેલિગ્રામના ગ્‰પમાં એડ કરીને રોકાણ માટેની ટીપ્સ આપવામાં આવતા તેને વિશ્વાસ વધ્યો હતો. જે બાદ તેણે કુલ રૂ. ૬૭.૯૩ લાખનું રોકાણ કર્યુ હતું. ગઠિયાઓએ ઠગાઇ આચરતા યુવકે ૧૯.૧૧ લાખ રૂપિયા પરત મેળવી લીધા હતા.
પરંતુ ૨૯૬ જેટલા ટ્રાન્ઝેક્શનના ૪૮.૮૧ લાખ પરત ન મળતા તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઇમ સેલે તપાસ હાથ ધરી છે. ગોતામાં રહેતો ૨૫ વર્ષીય યુવક ફાર્મા કંપનીમાં એમ.આર તરીકે નોકરી કરે છે. યુવક જે સોશિયલ મીડિયા એપ્લિકેશનનો ઉપયોગ કરતો હતો તેમાં તેને રોકાણ અંગેની જાહેરાત દેખાઇ હતી. ઇન્સ્ટાગ્રામ પર આવેલી આ જાહેરાત પર તેણે ક્લીક કરતા એક લિંક ખુલી હતી. જે લિંક પર ક્લીક કરતા તેણે રોકાણ માટે રજિસ્ટ્રેશન કર્યું હતું.
જે બાદ તેને એક યુવતીએ માર્કેટિંગમાં હોવાની ઓળખ આપીને રોકાણ અંગેની વાતચીત કરી હતી. યુવકે સહમતી દર્શાવ્યા બાદ તેને ટેલિગ્રામ ગ્‰પમાં એડ કર્યાે હતો. જેમાં રોકાણની ટીપ્સ આપવાનું કહીને વિવિધ લાલચો આપવામાં આવી હતી. શરૂઆતમાં રોકાણની ટીપ્સ મળતા યુવક રોકાણ કરતો હતો. નાની રકમના રોકાણ પર નફો મળતા યુવકને વધુ વિશ્વાસ આવતા તેણે મોટી રકમનું રોકાણ કર્યું હતું.
થોડા સમય બાદ રોકાણ માટે અલગ અલગ બેન્કના એકાઉન્ટની વિગત આપતા યુવકે ટુકડે ટુકડે ૨૯૬ જેટલા ટ્રાન્ઝેક્શનથી રૂ. ૪૩.૫૦ લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. યુવકે રોકાણ કરેલા કુલ રૂ. ૬૭.૯૩ લાખમાંથી ૧૯.૧૧ લાખ રૂપિયા પરત મેળવી લીધા હતા. પરંતુ ૪૮.૮૧ લાખ રૂપિયા કે તેનું વળતર પરત ન મળતા યુવકે સાયબર હેલ્પલાઇનનો સંપર્ક કર્યા બાદ સાયબર ક્રાઇમે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.ss1
