ગુજરાતમાં વિદ્યાર્થીઓનો પેરામેડિકલમાંથી રસ ઓછો થયો
પાંચ રાઉન્ડ બાદ ૩૧,૮૦૦ સીટ ખાલી
કમિટીના જણાવ્યા મુજબ, કુલ ૫૧,૭૯૦ બેઠકો માંથી અત્યાર સુધીમાં માત્ર ૨૦,૯૨૦ બેઠકો ભરાઈ
અમદાવાદ, ગુજરાતમાં વિદ્યાર્થીઓને પેરામેડિકલમાંથી રસ ઓછો થઈ રહ્યો તેમ લાગે છે. પાંચમા રાઉન્ડ બાદ પણ રાજ્યમાં પેરામેડિકલની ૩૧,૮૦૦ સીટ ખાલી રહી હતી.ન‹સગ અને ફિઝિયોથેરાપી સહિતના ૧૦ મુખ્ય પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજરાત પ્રોફેશનલ ન‹સગ એન્ડ એલાઇડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ (જીપીએનએએમઈસી) દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે બેઠક ફાળવણીનો પાંચમો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો હતો.
આ રાઉન્ડમાં કુલ ૭,૧૫૫ ઉમેદવારોએ ચોઇસ ફિલિંગ કરી હતી. તેમની પસંદગીઓના આધારે, ૨,૮૩૩ વિદ્યાર્થીઓને નવી ફાળવણી કરવામાં આવી હતી.જ્યારે ૩૧૦ વિદ્યાર્થીઓની અગાઉના રાઉન્ડમાંથી બેઠક અપગ્રેડ થઈ હતી. આમ, પાંચમા રાઉન્ડમાં કુલ ૩,૧૪૩ ઉમેદવારોએ પ્રવેશ મેળવ્યો હતો.કમિટીના જણાવ્યા મુજબ, કુલ ૫૧,૭૯૦ બેઠકો માંથી અત્યાર સુધીમાં ૨૦,૯૨૦ બેઠકો ભરાઈ ગઈ છે, જ્યારે પાંચ રાઉન્ડ પછી પણ ૩૧,૮૭૦ બેઠકો ખાલી રહી છે.
વર્તમાન રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓને બેઠકો ફાળવવામાં આવી છે, તેમને ૧૧ નવેમ્બર સુધીમાં તેમના પ્રવેશ કન્ફર્મ કરવા માટે સૂચના આપવામાં આવી હતી.ઓક્ઝિલરી નર્સ મિડવાઇફ (એએનએમ), ન‹સગ, જનરલ ન‹સગ અને મિડવાઇફરી (જીએનએમ), ફિઝિયોથેરાપી, ઓક્યુપેશનલ થેરાપી, પ્રોસ્થેટિક્સ અને ઓર્થાેટિક્સ જેવા અભ્યાસક્રમોમાં મોટાભાગની સરકારી બેઠકો ભરાઈ ગઈ હતી.ss1
