Western Times News

Gujarati News

આતંક મચાવનારા સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો

સુરતમાં આતંક મચાવનારા માથાભારે યુવકનું પોલીસે નવસારીમાં પોલીસે સ્વબચાવમાં યુવકના પગમાં ગોળી મારી

આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ફ્રેક્ચર થયું

સુરત, સુરત શહેરના ડિંડોલી, લિંબાયત અને ભેસ્તાન જેવા વિસ્તારોમાં આતંકનો પર્યાય બનેલા માથાભારે ગુનેગાર સલમાન લસ્સીને આખરે ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. નવસારીના ડાભેલ ગામમાં છુપાયેલા લસ્સીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર તેણે જીવલેણ હુમલો કર્યાે હતો, જેના જવાબમાં પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરતાં તે ઘાયલ થયો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સલમાન લસ્સી વિરૂદ્ધ હત્યા, હત્યાની કોશિશ, ખંડણી અને મારામારી સહિતના ૧૫ જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા હતા અને તે લાંબા સમયથી વોન્ટેડ હતો. તે ભેસ્તાન ભીંડી બજાર ખાતે થયેલી શકીલ નામના યુવકની હત્યાના કેસમાં પણ મુખ્ય આરોપી હતો.ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળી હતી કે સલમાન લસ્સી નવસારીના ડાભેલ ગામના આશિયાના મહોલ્લામાં સંતાઇને રહેતો હતો.

આ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચના ૨૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની પાંચ ટીમોએ આજે (૬ નવેમ્બર) વહેલી સવારે ૩ વાગ્યે ડાભેલ ગામમાં ઓપરેશન હાથ ધર્યું હતું.પોલીસ ટીમે સલમાન લસ્સીના છુપાવાના સ્થળને કોર્ડન કરી લીધું હતું. જ્યારે ટીમે તેને પકડવાનો પ્રયાસ કર્યાે, ત્યારે સલમાન લસ્સીએ ધરપકડથી બચવા માટે PI સોઢા પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો.

આ અચાનક હુમલાના જવાબમાં PI સોઢાએ પોતાના સ્વબચાવ માટે તાત્કાલિક ફાયરિંગ કર્યું હતું.આ ફાયરિંગમાં ગોળી સલમાન લસ્સીના પગના હાડકાને સ્પર્શ કરીને આરપાર નીકળી ગઈ હતી, જેના કારણે તેને પગમાં ળેક્ચર થયું છે. ઈજાગ્રસ્ત સલમાન લસ્સીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.