રિતેશ દેશમુખની ‘રાજા શિવાજી’માં સલમાન જીવા મહાલાનો રોલ કરશે
નવેમ્બરમાં સલમાન ખાન આ ફિલ્મ માટે શૂટ શરૂ કરશે
સલમાન ખાને આ પહેલાં પણ રિતેશ દેશમુખની ફિલ્મ ‘લય ભારી’ ફિલ્મમાં તેમજ ‘વેડ’માં વેડ લાવલે ગીતમાં પણ કેમિયો કર્યાે હતો
મુંબઈ, સલમાન ખાન રિતેશ દેશમુખની ઐતિહાસિક ફિલ્મ ‘રાજા શિવાજી’માં મહત્વનો રોલ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં સલમાન ખાન જીવા મહાલાનો રોલ કરશે, જેઓ એક વીર અને વફાદાર યોદ્ધા હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજના સૌથી વિશ્વાસુ સભ્યમાંના એક હતા. કેટલાક અહેવાલો અનુસાર, સલમાન ૭ નવેમ્બરે આ રોલ માટે શૂટ કરશે, ફિલ્મ માટે આ સીન ઘણો મહત્વનો સીન છે.સલમાન ખાન જ્યારે પણ મોટા પડદા પર આવે છે, ત્યારે તે એક અલગ ઔરા ઉભો કરે છે.
તે હવે જ્યારે આ જ જાદુ રીતેશ દેશમુખની આવનારી ફિલ્મ ‘રાજા શિવાજી’મા આ મહત્વના રોલમાં એ જ જાદુ ઉભો કરવા માગે છે, ત્યારે તેને આ રોલમાં પસંદ કરવો એ એક યોગ્ય વિકલ્પ ગણાય છે.સલમાન ખાને આ પહેલાં પણ રિતેશ દેશમુખની ફિલ્મ ‘લય ભારી’ ફિલ્મમાં તેમજ ‘વેડ’માં વેડ લાવલે ગીતમાં પણ કેમિયો કર્યાે હતો. છત્રપતિ શિવાજી મહારાજ પર જ્યારે અફઝલ ખાનના વિશ્વાસુ સેનાપતિ સૈયદ બંદાએ હુમલો કર્યાે ત્યારે તેમના જીવનમાં જીવા મહાલાની ભૂમિકા ઘણી મહત્વની હતી.
તેથી ફિલ્મમાં આ વીરતાની ઘટના પણ એક મહત્વના સીન તરીકે આવશે. ત્યારે આ સીનમાં જીવા તરીકે સલમાન ખાન અને અફઝલ ખાનમ તરીતે સંજય દત્તને જોવા એ દર્શકો માટે પણ એક અલગ અનુભવ હશે. એક વૈભવી અને લાગણીસભર સીન હશે, જે કાલાતિત બહાદુરી, વફાદારી અને ઇતિહાસનું સન્માન કરશે.બીજી તરફ સલમાન ખાન હાલ વાર ડ્રામા ‘બેટ ઓફ ગલવાન’નું શૂટ કરી રહ્યો છે, તેની પણ ઓડિયન્સ આતુરતાથી રાહ જોઈ રહી છે. સલમાન ખાનનો ફર્સ્ટ લૂક જાહેર થયો ત્યારથી તેની વધુ ઝલક માટે પણ ઘણી ઉત્સુકતા છે.
‘બજરંગી ભાઈ જાન’ પછી ફરી એક વખત કબીર ખાન અને સલમાન ખાન શું કમાલ કરે છે, તેના પર પણ ઇન્ડસ્ટ્રીના ઘણા લોકોની નજર છે, અગાઉની તેમની એક લાગણીસભર ફિલ્મ બનાવવની સ્ટાઇલથી અલગ તેઓ સાથે મળીને એક યુદ્ધ ફિલ્મ સાથે નવા વિષય પર કામ કરી રહ્યા છે.ss1
