મલ્ટિપ્લેક્સમાં રૂ.૧૦૦ની પાણીની બોટલ, રૂ.૭૦૦ની કોફી ?
દર્શકો ઉપરાંત કેટલાક ફિલ્મ પ્રોડ્યુસર્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના ઊંચા ભાવ સામે અવાજ ઉઠાવ્યા
મુંબઈ,મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવા જતા દરેક વ્યક્તિનો અનુભાવ હશે કે ફિલ્મની ટિકિટ ઉપરાંત ખાણીપીણી ખર્ચ ખુબ જ વધી જતો હોય છે. મલ્ટિપ્લેક્સમાં પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ અને પાણી માટે ઊંચા ભાવ વસુલવામાં આવે છે, એવા સુપ્રીમ કોર્ટે મલ્ટિપ્લેક્સમાં ખાણીપીણીના મનસ્વી ભાવો પર કડક ટિપ્પણી કરી હતી.એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ વિક્રમ નાથ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે કહ્યું, “મલ્ટિપ્લેક્સમાં પાણીની બોટલનો ભાવ ૧૦૦ રૂપિયા અને કોફીનો ભાવ ૭૦૦ રૂપિયા સુધી હોય છે , આ કિંમતો પર કાબુ રાખવો જોઈએ.
પહેલાથી જ લોકો સિનેમામાં ઓછા જઈ રહ્યા છે. કિંમતો વાજબી રાખો નહીં તો સિનેમા ખાલી થઈ જશે.”કર્ણાટક સરકારે મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ ટિકિટના ભાવ પર રૂ.૨૦૦ની મર્યાદા મુકી હતી, જેની સામે મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ કર્ણાટક હાઈકોર્ટના સરકારના નિર્ણયને પડકાર્યાે હતો, હાઈકોર્ટે સરકારના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો. હાઈકોર્ટના ચુકાદા સામે એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે ડિવિઝન બેન્ચે ટિકિટના ભાવ પર લાદવામાં આવેલી મર્યાદા અસ્થાયી રૂપે સ્થગિત કરી દીધી છે, પરંતુ કડક શરતો લાદી છે.
કર્ણાટક સરકારે જણાવ્યું કે તેમનો હેતુ સામાન્ય લોકો માટે ફિલ્મો જોવાની સુવિધા સુલભ બને એવો છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે, “તાજ હોટેલમાં કોફીનો ભાવ રૂ.૧,૦૦૦ છે. શું તેના પર પણ નિયંત્રણ મુકવામાં આવશે? તે પસંદગીનો વિષય છે. જો હોલ ખાલી થઈ જાય, તો થવા દો. લોકો સામાન્ય સિનેમા હોલમાં જઈ શકે છે. મલ્ટિપ્લેક્સ શા માટે આવે છે?”મુકુલ રોહતગીની દલીલનો સામે જસ્ટિસ નાથે કહ્યું, “હવે સામાન્ય સિનેમા હોલ બચ્યા જ ક્યા છે?
અમે ડિવિઝન બેન્ચ સાથે સહમત છીએ; ટિકિટનો ભાવ ૨૦૦ રૂપિયા જ રાખવો જોઈએ.”દર્શકો ઉપરાંત કેટલાક ફિલ્મ પ્રોડ્યુસર્સ મલ્ટીપ્લેક્સમાં ટીકીટના ઊંચા ભાવ સામે અવાજ ઉઠાવી ચુક્યા છે. કરણ જોહરે ગત વર્ષે કહ્યું હતું કે ચાર લોકો માટે ફિલ્મ જોવા માટે હવે ૧૦,૦૦૦ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે.કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીએ ૨૦૨૩માં કરાયેલા સર્વે મુજબ સરેરાશ મલ્ટિપ્લેક્સમાં ફિલ્મ જોવાનો પ્રતિ વ્યક્તિ ખર્ચ રૂ. ૧,૮૦૦ થાય છે.ss1
