અભિનેતા સલમાન ખાન ફરી કાનૂની સકંજામાં સપડાયો
પાન મસાલાની જાહેરાત પર થયો વિવાદ
ફરિયાદ બાદ, કોટા ગ્રાહક અદાલતે સલમાન ખાનને નોટિસ જારી કરીને ઔપચારિક જવાબ માંગ્યો
મુંબઈ, બોલીવુડના ભાઈજાન સલમાન ખાન હંમેશા હેડલાઇન્સમાં રહે છે. આ વખતે, સલમાન ખાન કાનૂની મુશ્કેલીમાં ફસાયેલો છે. કોટાની ગ્રાહક અદાલત દ્વારા તેમને નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં તેમને ૨૭ નવેમ્બર સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે. આ કેસ પાન મસાલાની જાહેરાત સાથે સંબંધિત છે, જેમાં એક ફરિયાદીએ ભ્રામક જાહેરાતની ફરિયાદ કરી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને રાજસ્થાન હાઈકોર્ટના વકીલ ઈન્દર મોહન સિંહ હનીએ ફરિયાદ દાખલ કરી છે. તે જાહેરાત પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે અને જણાવે છે કે તે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે.કોટા ગ્રાહક અદાલતમાં કરેલી પોતાની ફરિયાદમાં, હનીએ દાવો કર્યાે હતો કે રાજશ્રી પાન મસાલા બનાવતી કંપની અને તેના બ્રાન્ડ એમ્બેસેડર, સલમાન ખાન, ઉત્પાદનને કેસર-ઇન્ફ્યુઝ્ડ એલચી અને કેસર-ઇન્ફ્યુઝ્ડ પાન મસાલા તરીકે વર્ણવીને ભ્રામક જાહેરાતો ચલાવી રહ્યા છે.
અરજદારે જણાવ્યું હતું કે આ દાવાઓ સાચા ન હોઈ શકે કારણ કે કેસર, જેની કિંમત પ્રતિ કિલોગ્રામ આશરે ૪ લાખ રૂપિયા છે, તેને ૫ રૂપિયાના ઉત્પાદનમાં સમાવી શકાતી નથી. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે આવા દાવા યુવાનોને પાન મસાલા ખાવા માટે પ્રોત્સાહિત કરે છે, જે મૌખિક કેન્સરનું મુખ્ય કારણ છે.ફરિયાદ બાદ, કોટા ગ્રાહક અદાલતે સલમાન ખાનને નોટિસ જારી કરીને ઔપચારિક જવાબ માંગ્યો. આ ઉત્પાદક કંપની અને અભિનેતા બંનેના જવાબોની રાહ જોવાઈ રહી છે. આગામી સુનાવણી ૨૭ નવેમ્બરના રોજ થવાની છે.ss1
