એસએસ રાજામૌલી કરોડોના બજેટમાં બનાવશે વધુ એક બાહુબલી
ફિલ્મનું બજેટ ૧૨૦ કરોડ હશે
પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથેના એક પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં, એસએસ રાજામૌલીએ આ જાહેરાત કરી
મુંબઈ, બાહુબલી ધ એપિક ૩૧ ઓક્ટોબરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મની ખાસ વાત એ છે કે તે બાહુબલીના બંને ભાગોને જોડે છે. બાહુબલી ધ એપિક બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બે સફળ ફિલ્મો પછી, દિગ્દર્શક એસએસ રાજામૌલીએ એક નવી જાહેરાત કરી છે. તેમણે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં પુષ્ટિ આપી છે કે તેઓ બાહુબલી ફ્રેન્ચાઇઝમાં બીજી ફિલ્મ લાવશે. પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સાથેના એક પ્રમોશનલ ઇન્ટરવ્યુમાં, એસએસ રાજામૌલીએ આ જાહેરાત કરી છે.
તેમણે કહ્યું, “આ બાહુબલી ૩ નથી, પરંતુ તે જ દુનિયાનો એક સિલસિલો છે. અમે બાહુબલીઃ ધ એટરનલ વોર નામની ૩ડી એનિમેટેડ ફિલ્મ બનાવી છે. તેનું ટીઝર બાહુબલી ધ એપિકના અંતરાલ દરમિયાન રિલીઝ કરવામાં આવશે.એસએસ રાજામૌલીએ બાહુબલીઃ ધ એટરનલ વોરનું બજેટ પણ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ ફિલ્મ ૧૨૦ કરોડના બજેટ સાથે બનાવવામાં આવશે. રાજામૌલીએ વધુમાં જણાવ્યું, “શોભુ છેલ્લા બે વર્ષથી આ ફિલ્મ પર સતત કામ કરી રહ્યા છે. હવે અમે ૧૨૦ કરોડના બજેટ સાથે આ ફિલ્મ બનાવી રહ્યા છીએ.”
વાતચીત દરમિયાન,એસએસ રાજામૌલીએ પુષ્ટિ આપી કે તે બાહુબલી ૩ બનાવશે. તેમણે કહ્યું કે ફિલ્મ ચોક્કસ બનશે, પરંતુ તેમણે હજુ સુધી સમય અને તારીખ જાહેર કરી નથી.બાહુબલી વિશે જણાવીએ તો પહેલો ભાગ ૧૦ જુલાઈ, ૨૦૧૫ ના રોજ રિલીઝ થયો હતો, ત્યારબાદ બીજો ભાગ ૨૮ એપ્રિલ, ૨૦૧૭ ના રોજ રિલીઝ થયો હતો. હવે, બંને ભાગોને મર્જ કરવામાં આવ્યા છે અને ૩૧ ઓક્ટોબરના રોજ રિલીઝ કરવામાં આવ્યા છે. બાહુબલીઃ ધ એપિક બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહ્યું છે.ss1
