Western Times News

Gujarati News

નાળિયેરની કાછલીમાંથી દીવા, દાગીના, વાસણો, જ્વેલરી, ડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવે છે આ હસ્તકલાકાર

સમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે: હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકર

*ભારત પર્વ: એકતાસંસ્કૃતિ અને સર્જનાત્મકતાનું ઉજવણીમંચ**ગોવાની નાળિયેર કાછલી હસ્તકલા બની ભારત પર્વમાં આકર્ષણનું કેન્દ્ર*

એક ભારતશ્રેષ્ઠભારત’ના સંદેશ સાથે ગોવાની ગુંજ સંભળાઈ ભારત પર્વમાં- એકતા નગરનું ભારત પર્વ બન્યું સાંસ્કૃતિક એકતા અને કળાની ઉજવણીનું પ્રતિક

‘India’s Craft, India’s Heart, Celebrating Unity in Diversity!’

( મહેશ કથિરીયા)  ભારત પર્વએ ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિકલાહસ્તકલા અને ઉજાગર કરતો એક મનોરમ અને જીવંત ઉત્સવ ઐતિહાસિક ઉજવણી થઈ રહી છે. લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજ્યંતિના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટીએકતાનગર ખાતે સૌ પ્રથમવાર ઉજવાઈ રહેલ ભારત પર્વમાં દરેક પ્રાંત પોતાની વિશિષ્ટ પરંપરાસ્વાદસંગીત અને સર્જનાત્મકતાનો પરિચય આપે છે. ત્યારે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ના સૂત્રને સાર્થક કરતા ભારત પર્વમાં ગોવાના હસ્તકલાકારે નાળિયેર કાછલીની હસ્તકલાએ સૌનું ધ્યાન કેન્દ્રિત કરી દરિયાઈ વિસ્તારની ઓળખ બની છે.

            ભારત પર્વમાં સહભાગી બનતા હસ્તકલાકાર વિજયદત્તા લોટલીકરે જણાવ્યુંએકતાનગર ખાતે ભારત પર્વમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે. અહીં ગુજરાતના લોકો અને પર્યટકોનો પ્રતિસાદ અદભૂત રહ્યો. સૌએ અમારા ઉત્પાદનો પ્રત્યે ભારે રસ દાખવ્યો અને ઘણી ખરીદારી પણ કરી છે.

           તેઓએ વધુમાં ઉમેર્યું કેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલા ‘વોકલ ફોર લોકલ’ અભિયાન થકી સ્વદેશી ઉત્પાદનોને નવું માર્કેટ મળ્યું છે. આ ભારત પર્વથી અમને વૈશ્વિક ઓળખ પણ મળી છે. આવનારા સમયમાં અહીંથી અમારો વ્યવસાય વધુ વિસ્તરશે એવી આશા છે. ભારત પર્વ એ સાચે જ વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ છે. જ્યાં દરેક કલાદરેક બોલી અને પરંપરા સાથે મળી ભારતની એકતા અને સર્જનાત્મકતાની અનોખી ઝલક આપે છે. ભારત પર્વ એ અમારા માટે હસ્તકલાની પરંપરા સાથે રોજગારી અને ગૌરવનું માધ્યમ બની છે. અમારા માટે એક જ મંચ પર ભારતની દરેક કળા જોવી એ પોતે જ એક ઉત્સવ છે એમ તેમણે જણાવ્યું હતું.

            વધુમાંશ્રી લોટલીકરે કહ્યું કેસમુદ્ર અને નાળિયેરની હેન્ડીક્રાફ્ટ મારી ઓળખ બની છે. જ્યાં માટી અને લાકડામાંથી જે કલા રચાય છેત્યાં અમે નાળિયેરની કાછલીથી બનેલા આ હસ્તકલા ઉત્પાદનોમાં દીવાદાગીનાવાસણોલાઇટ શેડ્સજ્વેલરીડેકોરેટિવ આર્ટના આર્ટિકલો બનાવીએ છીએ. દરેક કૃતિમાં કારીગરોની સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદના ઝળકતી જોવા મળે છે. સ્થાનિક અને વિદેશી મુલાકાતીઓએ આ કૃતિઓની ખરીદી કરી અને ગોવાની પરંપરાને નજીકથી અનુભવી રહ્યા છે.  

             દેશના દરિયાઈ વિસ્તારના કલાકારોની કૃતિઓ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતિબિંબ છેહસ્તકલાકાર પોતાના કૌશલ્યથી રોજગારનું સર્જન કરી રહ્યા છે અને દેશના પ્રત્યેક ખૂણેથી ઉદભવતા સ્વદેશી ઉત્પાદનો આજ વિશ્વભરમાં ભારતની ઓળખ બની રહ્યા છે. આ કલાએ ભારત સાથે વિદેશી બજારોમાં પણ પોતાની માંગ ઊભી કરી છે. અમારી કળા હવે દેશની સીમાઓ પાર કરીને ઇગ્લેન્ડફ્રાન્સઅમેરિકાઓસ્ટ્રેલિયાકેનેડા સહિત પરદેશથી કસ્ટમાઇઝ પ્રોડક્ટના ઓર્ડર મળે છે એમ તેઓ ગૌરવથી કહે છે.

              વિજયદત્તા લોટલીકરને તેમની સર્જનાત્મક કૃતિઓ માટે વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રીય એવોર્ડ પણ પ્રાપ્ત થયો છેજે તેમની મહેનત અને કળા પ્રત્યેની લાગણીનું પ્રતીક છે.

             એકતા પર્વ અંતર્ગત આયોજિત આ ઉત્સવ એક ભારતશ્રેષ્ઠ ભારતના સંદેશને મજબૂત બનાવે છે. અહીંના પ્રદર્શન સ્ટોલો પર વિવિધ રાજ્યોની હસ્તકલાવાનગીઓ અને લોકકલાઓનો અદ્દભુત સમન્વય જોવા મળે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.