Western Times News

Gujarati News

ઓપરેશન પહેલા ડોક્ટર કંઈપણ ખાવા-પીવાની ના કેમ પાડે છે ? જાણો..

મોટાભાગના લોકો નથી જાણતા કારણ

નવી દિલ્હી,જો તમારું કે તમારા કોઈ પ્રિયજનનું કયારેક ઓપરેશન થયું હોય તો તમે જોયું હશે કે ડૉક્ટરો અથવા હોસ્પિટલ સ્ટાફ ઓપરેશન પહેલાં ઘણા કલાકો સુધી કંઈ ખાવા કે પીવાની ના પાડે છે. ઘણીવાર દર્દીઓ અને તેમના પરિવારો ખાલી પેટે ઓપરેશન કરવાનો અર્થ સમજી શકતા નથી. ઘણા લોકો વિચારે છે કે થોડું પાણી કે ચા પીવાથી શું ફરક પડશે ? કેટલાક લોકો તો દર્દીને કંઈક ખાવા માટે દબાણ પણ કરે છે.

જો કે, ઓપરેશન પહેલાં કંઈ ખાવું કે પીવું ખૂબ ખતરનાક બની શકે છે તે દર્દીના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે. તેથી ડૉક્ટરો વારંવાર ભારપૂર્વક કહે છે કે, લોકોએ સર્જરી પહેલાં ઓછામાં ઓછા ૬થી ૮ કલાક સુધી કંઈપણ ન ખાવું જોઈએ. તો ચાલો જાણીએ કે ઓપરેશન પહેલાં ડૉક્ટરો કંઈપણ ખાવા કે પીવાની મનાઈ કેમ કરે છે અને તેનાથી શું અસર થાય છે.

જ્યારે ઓપરેશન કરવામાં આવે છે ત્યારે મોટાભાગના કિસ્સાઓમાં દર્દીને જનરલ એનેસ્થેસિયા આપવામાં આવે છે એક દવા જે દર્દીને સંપૂર્ણપણે બેભાન કરી દે છે.આ દરમિયાન ગળી જવા, ખાંસી આવવા અથવા ઉલટી રોકવા જેવા કેટલાક સામાન્ય શારીરિક કાર્યો અસ્થાયી રૂપે બંધ થઈ જાય છે.

જો ખોરાક અથવા પ્રવાહી પેટમાં હોય તો તે એનેસ્થેસિયા દરમિયાન ઉલટી થઈ શકે છે અને શ્વસન માર્ગમાં પ્રવેશી શકે છે. આનાથી ખોરાક અથવા પ્રવાહી ફેફસાં સુધી પહોંચી શકે છે. આ સ્થિતિને એસ્પિરેશન કહેવાઈ આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.