ન્યૂયોર્ક, લોસ એન્જેલસ સહિત ૪૦ એરપોર્ટ પર સંચાલન ઠપ થશે!
પ્રતિકાત્મક
અમેરિકામાં શટડાઉનની માઠી અસર
એરપોર્ટ અથવા અન્ય સુવિધાઓ પર નિયંત્રકોની અછતને કારણે FAA પહેલાથી જ ઘણી વખત ફ્લાઇટ્સ મોડી પાડી ચૂક્યું છે
નવી દિલ્હી, અમેરિકામાં સરકારી શટડાઉન બીજા મહિનામાં પ્રવેશી ગયું છે, જેના કારણે એર ટ્રાફિક કંટ્રોલર્સની અછતને કારણે એરપોર્ટ પર ફ્લાઇટ્સમાં વિલંબ હજુ શરૂ છે. શટડાઉનના કારણે શુક્રવારથી ન્યૂ યોર્ક, લાસ એન્જેલસ અને શિકાગો સહિત લગભગ ૪૦ અમેરિકન એરપોર્ટ પર ફ્લાઇટ્સ બંધ થઈ જશે.
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ જણાવ્યું હતું કે, મુસાફરોની સલામતી જાળવવા માટે તે ૪૦ મુખ્ય એરપોર્ટ પરથી ફ્લાઇટ્સ ઘટાડવામાં આવશે. FAA એ એર ટ્રાફિક કંટ્રોલર્સ પર દબાણ ઓછું કરવા માટે ફ્લાઇટ ઘટાડાનો અમલ કર્યાે, જેઓ સરકારી શટડાઉન દરમિયાન પગાર વિના કામ કરી રહ્યા હતા અને ઝડપથી કામ બંધ કરી રહ્યા હતા. નિયંત્રકોને પહેલાંથી જ એક મહિનાનું વેતન નથી મળી શક્યું અને વધતા નાણાંકીય દબાણ વચ્ચે શટડાઉનના કારણે આવનારા અઠવાડિયામાં પણ કંઈ નહીં મળે.
એરપોર્ટ અથવા અન્ય સુવિધાઓ પર નિયંત્રકોની અછતને કારણે FAA પહેલાથી જ ઘણી વખત ફ્લાઇટ્સ મોડી પાડી ચૂક્યું છે.ન્યૂયોર્ક, લોસ એન્જેલસ અને શિકાગો એરપોર્ટની સાથોસાથ અમેરિકાભરના કેન્દ્ર અને ૪૦ એરપોર્ટનો સમાવેશ થાય છે, જ્યાં સરકારી શટડાઉનના કારણે શુક્રવારે ફ્લાઇટમાં ઘટાડો થવાનો છે. નિષ્ણાતોનું અનુમાન છે કે, હજારો ફ્લાઇટ રદ થઈ શકે છે. એવિએશન વિશ્લેષણ કંપનીનો અંદાજ છે કે, આ ઘટાડાથી કુલ ૧,૮૦૦ ફ્લાઇટ્સ અને ૨,૬૮,૦૦૦થી વધુ બેઠકો હોઈ શકે છે.ss1
