લો બોલો ! વિયેતનામનો ૮૧ વર્ષીય નગોક છેલ્લા ૬૦ વર્ષોથી ઊંઘ્યો જ નથી
ડૉક્ટરો પણ હેરાન થયાં
નગોકનો દાવો છે કે ૧૯૬૨માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા પછી તે એક પળ માટે સૂઈ શક્યા નથી
નવી દિલ્હી, કોઈપણ સામાન્ય માનવી માટે ઊંઘ આહારવિહાર અને શ્વાસ લેવા જેટલી જ જરૂરી હોવાનું કહેવાયું છે. વૈજ્ઞાનિકોએ તે સાબિત કરવા માટે કેટલાય સંશોધનો પણ કર્યા છે. ઊંઘી જવું તે માનવ જીવનનો અનિવાર્ય હિસ્સો માનવામાં આવે છે. પણ વિશ્વમાં એક એવી વ્યક્તિ પણ છે જે લગભગ ૬૦ વર્ષથી ઊંઘી નથી. આ વ્યક્તિનું નામ થાઈ નગોક છે.તે વિયેતનામનો છે. અહેવાલ મુજબ તે છેલ્લાં ૬૨ વર્ષથી ઊંÎયો નથી. ૮૧વર્ષના નગોકનો દાવો છે કે ૧૯૬૨માં આવેલા તાવના લીધે તે તાવ ઉતરી ગયા પછી તે એક પળ માટે સૂઈ શક્યા નથી. તેમનો ગાઢ ઊંઘ તો ઠીક પણ ઝોકું સુદ્ધા આવતું નથી. તેમની આ દુર્લભ બીમારીને જોઈને ડોક્ટર પણ હેરાન છે. તેના ગામના લોકો મજાકમાં ગામનો વગર પગારનો ચોકીદાર પણ કહે છે. તે સતત જાગતો હોવાના કારણે ત્યાં કોઈ ચોરી કરવા આવવાની હિંમત કરતું નથી. નગોક ફક્ત ૬૦ વર્ષ કરતાં વધારે સમયથી જાગે છે એવું નથી તે ખેતીના કામમાં મદદ પણ કરી રહ્યા છે. કોઈએ તેમને ઊંઘતા જોયા જ નથી. અહેવાલ મજબ ૧૯૪૨માં વિયેતનામમાં ક્વાંગ નામના પ્રાંતના એક નાના ગામમાં જન્મેલા નગોકને વિયેતનામ યુદ્ધ દરમિયાન ૨૧ વર્ષની વયે ભારે તાવ આવ્યો અને તે માંદો પડયો. તેના પછી તેને તાવ તો ઉતરી ગયો, પરંતુ તેની ઊંઘ ક્યારેય પરત ન આવી. નગોકે જણાવ્યું હતું કે તેણે ઊંઘવા માટે કેટલાય પ્રયત્નો કર્યા, પરંતુ તે ઊંઘી ન શક્યા. ss1
