ઝારખંડની રાંચી જેલમાં કેદીઓનો ડાન્સ વીડિયો વાયરલ
આ ઘટના બાદ બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા
આ વીડિયો થોડા મહિના જૂનો છે.
જે જેલના એક ખાસ હોલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો : જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ
રાંચી, ઝારખંડની રાજધાની રાંચી સ્થિત બિરસા મુંડા સેન્ટ્રલ જેલમાં એક ગંભીર સુરક્ષા ચૂકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેલ પરિસરમાં બે કેદીઓનો ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ઘટના બાદ બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.વીડિયો વાયરલ થયા બાદ જેલ અધિકારીઓએ વરિષ્ઠ અધિકારીઓને જાણ કરી હતી. જેના પગલે ઇન્સ્પેક્ટર જનરલ(જેલ)એ તપાસનો આદેશ આપ્યો હતો. પ્રાથમિક અહેવાલમાં આરોપો સાચા હોવાનું જણાતા સહાયક જેલર દેવનાથ રામ અને જમાદાર વિનોદ કુમાર યાદવને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.અધિકારીઓએ જણાવ્યું કે આ વીડિયો થોડા મહિના જૂનો છે.
જે જેલના એક ખાસ હોલમાં રેકોર્ડ કરવામાં આવ્યો હતો. જ્યાં કેટલાક કેદીઓને ટીવી, કુલર અને અન્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. વીડિયોમાં બંને આરોપીઓ નાચતા અને મસ્તી કરતાં જોવા મળે છે. બંનેની ઓળખ દારૂ કૌભાંડના આરોપી વિધુ ગુપ્તા અને કરોડો રૂપિયાના જીએસટી છેતરપિંડીના આરોપી વિક્કી ભાલોટિયા તરીકે થઇ છે.બિરસા મુંડા સેન્ટ્રલ જેલના સુપ્રિન્ટેન્ડેન્ટ સુદર્શન મુર્મુએ જણાવ્યું કે આ વીડિયો લગભગ ત્રણ-ચાર મહિના જૂનો છે. જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેલની અંદર આવા બનાવો બનવા જોઇએ નહીં. પોતાની ફરજમાં નિષ્ફળ રહેલા અધિકારીઓને સજા કરવામાં આવી છે. જે કોઇ પણ ખોટું કરશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.ss1
