૨૦૨૬ના ટી૨૦ વર્લ્ડ કપની ફાઇનલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે
શ્રીલંકામાં ત્રણ કેન્દ્ર પર મેચો યોજાશે
આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપ માટે અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈના સ્થળોની પસંદગી
નવી દિલ્હી, આવતા વર્ષે ભારતમાં યોજાનારા આઇસીસી ટી૨૦ ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ માટે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પસંદગી લગભગ નિશ્ચિત બની ગઈ છે. બીસીસીઆઈએ વર્લ્ડ કપ માટે ભારતમાં પાંચ સ્થળની પસંદગી કરી છે જેમાં અમદાવાદ ઉપરાંત દિલ્હી, કોલકાતા, ચેન્નાઈ અને મુંબઈના સ્ટેડિયમનો સામેલ થાય છે.
અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એક લાખથી વધુ પ્રેક્ષકોને સમાવવાની ક્ષમતા ધરાવે છે અને ૨૦૨૩ના વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ફાઇનલ પણ આ જ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. ૨૦૨૩ના વર્લ્ડ કપની મેચો ભારતમાં દસ અલગ અલગ સ્ટેડિયમ પર રમાઈ હતી.એમ મનાય છે કે ફેબ્›આરી-માર્ચ ૨૦૨૬માં યોજાનારા ટી૨૦ વર્લ્ડ કપનો વિસ્તૃત કાર્યક્રમ આઇસીસી દ્વારા આગામી સપ્તાહે જાહેર કરાશે. આ વખતનો વર્લ્ડ કપ સાતમી ફેબ્›આરીથી શરૂ થાય અને આઠમી માર્ચે તેની ફાઇનલ રમાય તેવી શક્યતા છે.
તાજેતરમાં યોજાયેલા વિમેન્સ વન-ડે વર્લ્ડ કપની માફક મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬નું આયોજન પણ ભારત અને શ્રીલંકા સંયુક્તપણે કરે તેવી શક્યતા છે. જેમાં પાકિસ્તાનની મેચો શ્રીલંકામાં યોજાશે. આઇસીસી દ્વારા આ વર્લ્ડ કપ માટે ભારત સાથે અગાઉ થયેલા કરાર મુજબ પાકિસ્તાનની મેચો તટસ્થ સ્થળે યોજાશે અને તેમાં શ્રીલંકા મજબૂત દાવેદાર છે.શ્રીલંકામાં ત્રણ કેન્દ્ર પર મેચો યોજાશે જેમાં કેન્ડી અને કોલંબો સામેલ છે જ્યારે ત્રીજા સ્થળ અંગે હજી સુધી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી.
ભારત આ વખતે ટાઇટલ ડિફેન્ડ કરવા આ વર્લ્ડ કપમાં રમશે. અગાઉ ૨૦૨૪માં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં યોજાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં બાર્બાડોઝ ખાતે સાઉથ આળિકાને હરાવીને ભારત ચેમ્પિયન બન્યું હતું. ભારતમાં જે પાંચ શહેર પસંદ કરવામાં આવ્યા છે તે ટિયર-૧ શહેર છે અને તે તમામમાં સ્ટેડિયમ પ્રેક્ષકોથી ભરચક રહે તેવી શક્યતા છે. જોકે પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પ્રવેશે તો યજમાન દેશ ભારત હોવા છતાં ફાઇનલ મેચ કોલંબોમાં રમાશે.યજમાન દેશ કોઈ પણ હોય પરંતુ આઇસીસી, બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે થયેલી સમજૂતી મુજબ ૨૦૨૭ સુધીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી કોઈ પણ આઇસીસી મેચ તટસ્થ કેન્દ્ર પર આયોજિત થશે.ss1
