‘બોર્ડર ૨’ ફિલ્મમાં વરુણનો નવો અવતાર જોવા મળશે
‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ રિલીઝ થશે. આ પહેલાં લોંચ થયેલાં સની દેઓલના ફર્સ્ટ લૂકને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો
‘બોર્ડર ૨’માં વરુણ ધવનનો પહેલો લૂક જાહેર કરાયો
મુંબઈ, બોર્ડર ૨ની જાહેરાત થઈ ત્યારથી આ ફિલ્મ વિશે ઉત્સુકતા છે. હવે આ ફિલ્મમાંથી વરુણ ધવનના ફર્સ્ટ લૂકનું પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, આ ફિલ્મમાં વરુણનો નવો અવતાર જોવા મળશે, તે ભારતની સૌથી મોટી વાર ફિલ્મનો ભાગ બનવા જઈ રહ્યો છે. ‘બોર્ડર ૨’ ૨૩ જાન્યુઆરી, ૨૦૨૬એ રિલીઝ થશે. આ પહેલાં લોંચ થયેલાં સની દેઓલના ફર્સ્ટ લૂકને પણ સારો પ્રતિસાદ મળ્યો હતો.
પોસ્ટરમાં, વરુણ ધવન યુદ્ધના મેદાનમાં એક ભારતીય સૈનિકની દમદાર અને ગંભીર ભૂમિકામાં જોવા મળે છે. તે હાથમાં બંદૂક લઈને એક્શનની ક્ષણમાં કેદ થયેલો છે , જે આપણા દેશના હીરોની હિંમત અને જુસ્સો દર્શાવે છે. આર્મી યુનિફોર્મ પહેરીને અને ગુસ્સાવાળા લૂકમાં, વરુણનું પોસ્ટર ‘બોર્ડર ૨’ની શક્તિ અને લાગણી બતાવે છે.
અનુરાગ સિંહ દ્વારા નિર્દેશિત ‘બોર્ડર ૨’માં સની દેઓલ, વરુણ ધવન, દિલજીત દોસાંજ, અહાન શેટ્ટી, મેધા રાણા, મોના સિંહ અને સોનમ બાજવા જેવા મજબુત કલાકારો છે. આ ફિલ્મ ભૂષણ કુમાર, જેપી દત્તા અને નિધિ દત્તા દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.ss1
