૩ બાળકોને મોંધી કોલેજમાં મોકલવા માટે યૂટ્યુબનું કામ શરૂ કરવું પડ્યું
શિક્ષણ અતિશય મોંઘું થઈ ગયું છે : ફરાહ ખાન
ફરાહ ખાન પોતાના કૂક દીલિપ સાથે વિવિધ સેલેબ્રિટીના ઘેર જઈને અલગ અલગ વાનગીઓ બનાવે છે
મુંબઈ, ફરાહ ખાને એક કોરિયોગ્રાફર તરીકે કૅરિઅરની શરૂઆત કરી હતી, પછી તે ફિલ્મ ડિરેક્ટર બની અને હવે તે એક યૂટ્યુબર બની છે. તે પોતાના કૂક દીલિપ સાથે વિવિધ સેલેબ્રિટીના ઘેર જઈને અલગ અલગ વાનગીઓ બનાવે છે અને તેમને ત્યાં પોતે બનાવેલી વાનગીઓ પણ લઈને જાય છે. તાજેતરમાં ફરાહ ખાન કાજોલ અને ટિં્વકલના ઓટીટી શો પર આવી હતી.
તેણે પોતાની યૂટ્યુબ સફર વિશે આ શો પર વાત કરી હતી. ફરાહે કહ્યું તે તેની પાસે કોઈ ફિલ્મ નહોતી અને તે કશું ડિરેક્ટ પણ કરતી નહોતી. તેથી તેણે નક્કી કર્યું કે તે યૂટ્યુબમાં કન્ટેન્ટ બનાવવાની કોશિશ કરશે. ફરાહે કબુલ્યું કે તેણે ત્રણ બાળકોને કોલેજમાં ભણાવવાના છે અને શિક્ષણ બહુ જ મોંઘું છે. તેથી આ પડકારને પહોંચી વળવા તેણે આ વિકલ્પ અપનાવ્યો. ફરાહે કહ્યું, “ત્યારે હું કોઈ ફિલ્મ પણ કરતી નહોતી, હું કશું ડિરેક્ટ પણ કરતી નહોતી, મને થયું ચલો યૂટ્યુબ કરીએ. મારે ત્રણ બાળકો પણ છે, જેને આવતા વર્ષે યુનિવર્સિટી મોકલવાના છે અને તે અતિશય મોંઘું છે.
તેથી મને થયું થોડાં પરિવર્તન માટે મેં યૂટ્યુબ પર શો શરૂ કર્યાે અને એ ચાલી ગયો.”ફરાહે એમ પણ કહ્યું કે તે આજીવન કામ કરતી રહેવા માગે છે. તેણે કહ્યું, “તમારું જીવન અન્ય વ્યક્તિની આસપાસ ન ફરવું જોઈએ. મને લાગે છે, તમને તમારી અંદરથી કે તમારા કામથી આનંદ મળવો જોઈએ. મને લાગે છે હું તો ૮૦ વર્ષની થઉં ત્યાં સુધી કામ કરવા માગુ છું કારણ કે મારું કામ મારા દેખાવ પર કે મારા શરીર પર આધારીત રહ્યું જ નથી.”ss1
