અભિષેક બચ્ચન અને સૈય્યામી ખેરની ઘૂમર રી-રિલીઝ કરાશે
ઇન્ડિયાની વીમેન્સ ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતના માનમાં ફિલ્મ ફરી રિલીઝ થશે
અભિષેક બચ્ચન અને સૈય્યામીની આ ફિલ્મ ‘ઘૂમ્મર’ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ના દિવસે રિલીઝ થઈ હતી
મુંબઈ, હજુ પણ ભારત દેશ ઇન્ડિયન ક્રિકેટ ટીમની વર્લ્ડ કપ જીતની ખુશી મનાવી રહ્યો છે, ત્યારે હવે ક્રિકેટનો જુસ્સો અને તેનાથી અનેકને પ્રેરણા આપતી ફિલ્મ ઘૂમર મોટા પડદે પાછી ફરી રહી છે. આર બાલકીની આ વખણાયેલી ફિલ્મ વર્લ્ડકપની જીતના માનમાં ફરી આવશે. અભિષેક બચ્ચન અને સૈય્યમી ખેરની આ ફિલ્મ દેશના ક્રિકેટ પ્રેમ અને તેને નવી વ્યખ્યા આપનાર મહિલા ટીમના માનમાં શુક્રવાર, ૭ નવેમ્બરે કેટલાંક થિએટરમાં ફરી રિલીઝ કરવામાં આવશે. અભિષેક અને સૈય્યામીની આ ફિલ્મ ‘ઘૂમ્મર’ ૧૮ ઓગસ્ટ, ૨૦૨૩ના દિવસે રિલીઝ થઈ હતી.
જેમાં એક એવી મહિલા ખેલાડીની વાત છે, પોતાની શારિરીક ખામીઓનો સામનો કરીને એક કડક કોચ હેઠળ તાલીમ લે છે, જે તેને હાર માનવા દેતાં નથી. આર બાલકીએ ડિરેક્ટ કરેલી અને રાકેશ ઝુંઝુંવાલા, અભિષેક બચ્ચન, ગૌરી શીંદે, રમએશ પુલપકા અને અનિલ નાઇડુ એ પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ મુસીબત સામે ટકી રહેવાની, યોગ્ય માર્ગદર્શન અને તાલીમ અને અતૂટ જુસ્સાની વાત કરે છે, જે વાત ભારતીય ક્રિકેટના દિલમાં રહેલી છે.આર બાલકીએ ફિલ્મની રિ-રીલીઝ અંગે વાત કરતાં કહ્યું, “હું ખુબ ખુશ છું કે આપણી મહિલા ક્રિકેટર્સની અમુલ્ય સિદ્ધીની ઉજવણી કરવા માટે ઘૂમર ફરી રીલીઝ થઈ રહી છે.
ઘૂમર હંમેશાથી મહિલા ક્રિકેટ અને મહિલા ક્રિકેટર્સના જુસ્સાને ઉજવતી ફિલ્મ હતી. આ ફિલ્મ જ્યાં શૂટ થઈ હતી, ત્યાં જ ટીમે આ યાદગાર જીત મેળવી છે. બે મેટ, એક કહાની, એક હકિકત, એક જ પીચ પર. હું દર્શકોના એ પ્રતિભાવ ફરી જોવા આતુર છું.”આ ફિલ્મનો સંદેશ પહેલા કરતાં આજે વધુ મજબુત અને અસરકારક લાગે છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઐતિહાસિક વર્લ્ડ કપ જીત પણ ઘૂમરના આત્મામાં સાંભળાય છે, તેનો દૃઢનિશ્ચય, શિસ્ત અને દરેક મર્યાદાઓથી ઉપર ઉઠવાની વાત તેમાં રહેલી છે. ss1
