‘મહાવતાર’ ફિલ્મ માટે અમર કૌશિક અને વિકી નોન વેજ છોડી દેશે
ચિરંજિવી ભગવાન પરશુરામના જીવન પર આધારીત
ફિલ્મ‘સ્ત્રી ૨’ ફિલ્મ ડિરેક્ટ કરનાર મેડોકના ડિરેક્ટર અમર કૌશિક ‘મહાવતાર’ નામની ફિલ્મ કરી રહ્યા છે
મુંબઈ, દિનેશ વિજાન સાથે વિકી કૌશલની ‘છાવા’ને ઐતિહાસિક સફળતા મળ્યા પછી તે મેડોક સાથે બીજી એક ઐતિહાસિક ફિલ્મ કરવા જઈ રહ્યો છે. ‘સ્ત્રી ૨’ ફિલ્મ ડિરેક્ટ કરનાર મેડોકના ડિરેક્ટર અમર કૌશિક ‘મહાવતાર’ નામની ફિલ્મ કરી રહ્યા છે, જે ચિરંજિવી ભગવાન પરશુરામના જીવન પર આધારીત ફિલ્મ છે. હાલ આ ફિલ્મની સ્ક્રિપ્ટનું કામ જોરશોરથી ચાલી રહ્યું છે, મેડોક આ ફિલ્મ અકલ્પનીય સ્તરે મોટી બનાવવા માગે છે.
હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મ માટે વિકી કૌશલ અને અમર કૌશિક તૈયારીના ભાગરૂપે નોનવેજ અને આલ્કોહોલ છોડી દેવાના છે. આ અંગે સુત્ર દ્વારા મળતી માહિતી અનુસાર, “મહાવતાર જેવી ફિલ્મ માટે સંપુર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, તેથી આ જોડીએ નક્કી કર્યું છે કે તેઓ આ ફિલ્મને દર્શકો થિએટરમાં સંપુર્ણ જોવા લાયક અનુભવ મેળવી શકે તે માટે બધાં જ પ્રયત્ન કરી લેવા માગે છે.
તેમણે આ માટે નક્કી કર્યું છે કે તેઓ આ ફિલ્મ માટે નોનવેજ ખોરાક છોડી દેશે અને આવતા વર્ષની મધ્યમાં એક મોટી પૂજા કરીને ફિલ્મની તૈયારીઓ શરૂ કરી દેશે.” અમર કૌશિક હાલ મહાવતારના પ્રી પ્રોડક્શન પર કામ કરી રહ્યા છે અને વિકી કૌશલ લવ એન્ડ વાર પર કામ કરે છે, તે હાલ નક્કી થયેલાં શીડ્યુલથી પાછળ ચાલી રહી છે.
સુત્રના જણાવ્યા અનુસાર, “અમર કૌશિકે તો નોન વેજ પહેલાંથી જ છોડી દીધું છે અને વિકીએ પણ નક્કી કર્યું છે કે જેવું આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે અને લવ એન્ડ વાર ફિલ્મ પુરી થશે એટલે વિકી પણ નોનવેજ છોજી દેશે. આ તેનો ભગવાન પરશુરામ પ્રત્યે માન દર્શાવવાનો એક રસ્તો છે.”૨૦૨૬ના અંત સુધીમાં મહાવતારનું શૂટિંગ શરૂ થશે અને ૨૦૨૮માં આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મને બની જતાં એક વર્ષ લાગી જશે, તેમાં પોસ્ટ પ્રોડક્શન અને વીએફએક્સ માટે જ છ મહિનાનો સમય લાગી જશે.ss1
